Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 22 September 2022

 નવરાત્રીમાં વરસાદ પડે નહીં તો સારું..! બંગાળની ખાડીમાં  લો પ્રેશર સજાર્યું, ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

 નવરાત્રીમાં વરસાદ પડે નહીં તો સારું..! બંગાળની ખાડીમાં  લો પ્રેશર સજાર્યું, ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 23, 24, 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી તરફ કચ્છમાં ચોમાસું વિદાય લે તેવી શરૂઆત થઈ ચૂકી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વાર માઠા સમાચાર મળી રહ્યાં છે. પહેલાંની હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે ખેલૈયા ખુશખુશાલ હતા પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ છે.
નવરાત્રિના દિવસો દરમ્યાન સામાન્ય વરસાદની આગાહી
હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં આજે અને  24 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, દમણ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.