Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 26 January 2025

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ગણતંત્ર દિવસની ઉજવણી. સાથે બ્લડ ડોનેશન કેમ્પ.

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ગણતંત્ર દિવસની ઉજવણી. સાથે બ્લડ ડોનેશન કેમ્પ.
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ગણતંત્ર દિવસની ઉજવણી. સાથે બ્લડ ડોનેશન કેમ્પ.

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલીયામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં સરકારી શાળામાં અભ્યાસ કરતી દિકરી દિવ્યા જે સો ટકા દિવ્યાંગ છે ,આંખોથી સો ટકા જોઈ શકતી નથી ,સો ટકા સાંભળી શકતી નથી અને માત્ર 50% સ્પર્શને સમજે છે એવી દિકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળામાં સતત ત્રીજા વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ 26 જાન્યુઆરીને દિવસે કર્યું હતું જેમાં ગ્રામજનોએ પહોળી સંખ્યામાં રક્તદાન કરી અને થેલેસેમિયા થી પીડાતા દર્દીઓની મદદ કરી હતી. બ્લડ બ્લડ આપનાર દરેક દાતા ને અશુતોષ અન્નક્ષેત્રના(તળાજા) પ્રણેતા અને શિવકથાકાર ભારદ્વાજ બાપુ દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી, અને GHCL કંપનીના મેનેજર ધનંજય કુમાર તરફથી રક્તદાતા ને ફ્રુટ આપવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય વંદનાબહેન ગોસ્વામીએ કહ્યું હતું કે
 રક્ત અને વક્ત ફરી ક્યારેય મળવાના નથી તેથી આવા જરૂરિયાતમંદવાળાને થોડુંક રક્ત આપવાથી આપણે એમને થોડી મદદ કરી શકીએ છીએ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરેન્દ્રસિંહ વાળાએ કર્યું હતું પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ અનિરુદ્ધસિંહ વાળાએ કાર્યક્રમને બિરદાવી અને શુભેચ્છા આપી હતી.