મહા શિવરાત્રિના સ્નાન સાથે મહાકુંભનું બુધવારે (26મી ફેબ્રુઆરી) સમાપન થયું હતું. હવે ઉત્તરાખંડમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહાકુંભના આયોજન પર સવાલો ઊઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, 'મહાકુંભ પહેલાથી જ પૂર્ણ થઈ ગયો છે અને હવે જે ચાલી રહ્યું છે તે સરકારી કુંભ હતું.' નોંધનીય છે કે, અગાઉ પણ સ્વચ્છતાના મુદ્દે મહાકુંભની તૈયારીઓ પર સવાલો ઊભા થયા છે.
'મહાકુંભ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થઈ ચૂક્યો'
મીડિયા સાથે વાતચીતમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, 'મહાકુંભ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થઈ ચૂક્યો છે. અત્યારે જે ચાલી રહ્યું છે તે સરકારી કુંભ છે. વાસ્તવિક કુંભ માઘ મહિનામાં થાય છે. માઘ મહિનાની પૂર્ણિમા પસાર થઈ ગઈ છે અને કુંભમાં હાજર કલ્પવાસીઓ માઘ મહિનાની પૂર્ણિમા પછી પાછા આવી ગયા છે.'
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, 'હવે આયોજિત થઈ રહેલા સરકારી કાર્યક્રમનું પરંપરાગત મેળા જેટલું આધ્યાત્મિક મહત્ત્વ નથી.'
આ સમય દરમિયાન તેમણે ગૌહત્યા વિરુદ્ધ આંદોલન માટે 17 માર્ચની તારીખ નક્કી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 'અમે બધા રાજકીય પક્ષોને એકસાથે આવવા અને કહેવા કહ્યું છે કે શું તેઓ ગૌહત્યા બંધ કરવા માંગે છે કે પછી સ્વતંત્રતા પછીથી ચાલી આવતી જેમ ચાલુ રાખવા માંગે છે. અમે તેમને નિર્ણય લેવા માટે 17મી માર્ચ સુધીનો સમય આપ્યો છે.
કરોડો શ્રદ્ધાળુઓએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી
45 દિવસ ચાલેલા મહાકુંભનું સમાપન થયું છે. 13મી જાન્યુઆરીથી શરૂ થયેલા આ મેળામાં 66.30 કરોડ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી. મેળા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, બુધવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં, 1.53 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી હતી અને 13મી જાન્યુઆરીથી બુધવારે રાત્રે 8 વાગ્યા સુધી ડૂબકી લગાવનારા લોકોની સંખ્યા 66.30 કરોડ સુધી પહોંચી