થોડા દિવસો પહેલાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે કથાકાર મોરારિબાપુની રામકથા યોજાઈ હતી. આ કથા દરમિયાન મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી આદિવાસી વિસ્તારોમાં ઈસાઈ મિશનરીઓ દ્વારા આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવે છે એવું નિવેદન આપ્યું હતું. મોરારિબાપુના આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો હતો. આ નિવેદનના વિરોધમાં 84 વર્ષના આદિવાસી આગેવાન તેમજ વ્યારાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે.
અમને આદિવાસી રહેવા દો, સુધારીને બગાડવાની જરૂર નથી' : પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરી તાપી જિલ્લાના હજીરા-ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલનાકા પર આજે સ્થાનિકોએ જોરદાર વિરોધપ્રદર્શન કર્યું છે. આ વિરોધપ્રદર્શનમાં આદિવાસી આગેવાન તેમજ વ્યારાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી પણ જોડાયા હતા. તેમણે મોરારિબાપુના ધર્માંતરણના નિવેદન અંગે કહ્યું હતું કે મોરારિબાપુએ કથામાં આપેલું નિવેદન એકદમ ખોટું છે. અમને આદિવાસી રહેવા દો, સુધારીને બગાડવાની જરૂર નથી
આ લોકશાહી છે કે ઠોકશાહી એ સમજાતું નથી : પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીએ કહ્યું હતું કે રાજ્યમાં જે જે શહેરમાં ટોલપ્લાઝા છે, ત્યાંના સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે સુરતના કામરેજમાં, વલસાડના વાપીમાં અને ભરૂચમાં ટોલપ્લાઝા છે ત્યાં સ્થાનિકોને મુક્તિ અપાઈ છે, પણ વ્યારાના ટોલપ્લાઝામાં તાપી જિલ્લાના લોકોને ટોલ ભરવો પડે છે અને તેમને લૂંટવામાં આવે છે. આના વિરોધમાં આજે આંદોલન કરનારાઓની પોલીસ અટકાયત કરી રહી છે. આ લોકશાહી છે કે ઠોકશાહી એ સમજાતું નથી.
અમને આદિવાસી રહેવા દો, સુધારીને બગાડવાની જરૂર નથી:માંડલ ટોલનાકા આંદોલનમાં ધર્માંતરણનો મુદ્દો ઊછળ્યો, મોરારિબાપુની વાતને પૂર્વ સાંસદ અમરસિંહ ચોધરીએ નકારી
Rutul G. Panchal | તાપી (વ્યારા)1 દિવસ પેહલા
થોડા દિવસો પહેલાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે કથાકાર મોરારિબાપુની રામકથા યોજાઈ હતી. આ કથા દરમિયાન મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી આદિવાસી વિસ્તારોમાં ઈસાઈ મિશનરીઓ દ્વારા આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવે છે એવું નિવેદન આપ્યું હતું. મોરારિબાપુના આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો હતો. આ નિવેદનના વિરોધમાં 84 વર્ષના આદિવાસી આગેવાન તેમજ વ્યારાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે.
'અમને આદિવાસી રહેવા દો, સુધારીને બગાડવાની જરૂર નથી' : પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરી તાપી જિલ્લાના હજીરા-ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલનાકા પર આજે સ્થાનિકોએ જોરદાર વિરોધપ્રદર્શન કર્યું છે. આ વિરોધપ્રદર્શનમાં આદિવાસી આગેવાન તેમજ વ્યારાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી પણ જોડાયા હતા. તેમણે મોરારિબાપુના ધર્માંતરણના નિવેદન અંગે કહ્યું હતું કે મોરારિબાપુએ કથામાં આપેલું નિવેદન એકદમ ખોટું છે. અમને આદિવાસી રહેવા દો, સુધારીને બગાડવાની જરૂર નથી
આ પણ વાંચો : તાપીમાં ધર્માંતરણ મુદ્દે વિવાદ વકર્યો
વ્યારાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી.
આ લોકશાહી છે કે ઠોકશાહી એ સમજાતું નથી : પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીએ કહ્યું હતું કે રાજ્યમાં જે જે શહેરમાં ટોલપ્લાઝા છે, ત્યાંના સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે સુરતના કામરેજમાં, વલસાડના વાપીમાં અને ભરૂચમાં ટોલપ્લાઝા છે ત્યાં સ્થાનિકોને મુક્તિ અપાઈ છે, પણ વ્યારાના ટોલપ્લાઝામાં તાપી જિલ્લાના લોકોને ટોલ ભરવો પડે છે અને તેમને લૂંટવામાં આવે છે. આના વિરોધમાં આજે આંદોલન કરનારાઓની પોલીસ અટકાયત કરી રહી છે. આ લોકશાહી છે કે ઠોકશાહી એ સમજાતું નથી.
આંદોલનને કારણે નેશનલ હાઈવે પર 20 કિમી સુધી વાહનોની લાંબી કતાર લાગી.
નેશનલ હાઈવે નંબર 53 છ કલાક બાદ પુનઃ શરૂ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની ચર્ચાઓ વચ્ચે પોલીસ દ્વારા જબરજસ્તીથી હાઈવેનો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાનો માજી સાંસદ અમરસિંહ ઝેડ ચૌધરી તેમજ પ્રવીણ શાહ અને એડવોકેટ નીતિન પ્રધાનને પોલીસ દ્વારા ડિટેઇન કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા તાપી જિલ્લા પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત વચ્ચે ટોલનાકા પરનો વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે. જેને કારણે હાલ પણ સ્થાનિકો આગેવાનો અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ટોલ મુક્તિની ચર્ચાઓ અધૂરી રહી છે. ટોલ મુક્તિને લઈને આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. જો કે, હાલ છ કલાકના સમય બાદ નેશનલ હાઇવે નંબર 53 પર વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો? સ્થાનિક રહીશોએ ટોલ ટેક્સમાંથી મુક્તિની માગ સાથે ટોલનાકાનો ઘેરાવો કર્યો હતો. આંદોલનકારીઓએ ટોલનાકાના મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. તેમણે ચેતવણી આપી કે જો માગણી નહીં સ્વીકારાય તો નેશનલ હાઈવે પર ચક્કાજામ કરશે.
નેશનલ હાઈવે પર 20 કિમીટર સુધી વાહનોની લાંબી કતાર ઉલ્લેખનીય છે કે પોલીસે આગોતરી માહિતીના આધારે સોનગઢ નગરના કેટલાક સ્થાનિકોને નજરકેદમાં રાખ્યા હતા, તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ટોલનાકા પર એકત્રિત થયા હતા. આંદોલનને કારણે નેશનલ હાઈવે પર 20 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. બે કલાક સુધી ચાલેલા આ વિરોધપ્રદર્શનથી અનેક વાહનચાલકો અટવાયા હતા.
પોલીસકાફલો ટોલનાકા પર તહેનાત છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો ટોલમાંથી મુક્તિની માગણી કરી રહ્યા છે. તેઓ અગાઉ પણ કેટલીકવાર વિરોધપ્રદર્શન કરી ચૂક્યા છે. પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા તાપી જિલ્લા પોલીસનો મોટો કાફલો ટોલનાકા પર તહેનાત કરવામાં આવ્યો છે.