Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 18 July 2025

કેન્દ્રીયમંત્રીશ્રી અને સાંસદ ડો. મનસુખભાઇ માંડવિયા ની ગ્રાન્ટમાંથી પોરબંદર લોકસભા વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો પ્રગતિમાં

કેન્દ્રીયમંત્રીશ્રી અને સાંસદ ડો. મનસુખભાઇ માંડવિયા ની ગ્રાન્ટમાંથી પોરબંદર લોકસભા વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો પ્રગતિમાં
પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં આવતા પોરબંદર લોકસભા બેઠક ના વિસ્તારોમાં વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતા રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા આભાર માનવામાં આવ્યો


કેન્દ્રીયમંત્રીશ્રી અને સાંસદ ડૉ. મનસુખભાઇ માંડવિયા ની ગ્રાન્ટમાંથી પોરબંદર લોકસભા વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં આવતા પોરબંદર લોકસભા બેઠક ના વિસ્તારોમાં વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવવામાં આવી હોવાથી રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા પણ કેન્દ્રીયમંત્રીશ્રી અને સાંસદ ડૉ. મનસુખભાઇ માંડવિયા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા એ જણાવ્યું હતું કે 
કેન્દ્રીયમંત્રીશ્રી અને સાંસદ ડૉ. મનસુખભાઇ માંડવિયા દ્વારા વર્ષ 2024-25 ની ગ્રાન્ટમાંથી કુલ 42060000 (ચાર કરોડ વિશ લાખ સાઈઠ હજાર) ની ગ્રાન્ટ માંથી પ્રજાની સુખાકારી માટેના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં પોરબંદર વિસ્તાર માટે 8900000, જૂનાગઢ વિસ્તાર ના ગામો માટે 13450000, રાજકોટ જિલ્લા માં આવતા વિસ્તારો માટે 19710000 ની ગ્રાન્ટ ફાળવવા માં આવી છે, આ રકમ માંથી કુલ 128 કામો હાથ ધરાયા છે, તે ઉપરાંત વર્ષ 2025-26 ની ગ્રાન્ટમાં કુલ 41500000 (ચાર કરોડ પંદરલાખ) ની ગ્રાન્ટમાંથી વિકાસ કામો પ્રગતિમાં છે, જેમાં પોરબંદરમાં 10500000, જૂનાગઢ 14500000, રાજકોટ જિલ્લા માટે 16500000 ની રકમ ફાળવવામાં આવી છે. આ રકમ માંથી કુલ 25 જેટલા વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. 
આમ પોરબંદરના લોકલાડીલા સાંસદશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઇ માંડવિયા દ્વારા ઉપરોક્ત ગ્રાન્ટ ફાળવતા પોરબંદર લોકસભા વિસ્તારમાં અનેકવિધ વિકાસકાર્યો ની હારમાળા સર્જાઈ છે,રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારીશ્રી ધવલભાઇ દવે, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયા સહિત તમામ આગેવાનો, કાર્યકરો અને રાજકોટ જિલ્લાવાસીઓએ ખુશી વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો છે.