સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યાપક શ્રી દિગ્પાલસિંહ જાડેજાનું વાર્તા કથન પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. દિગ્પાલસિંહે બાળકો સાથે વાર્તા કથનની સહજ શૈલી, વાર્તા વાંચન અને વાર્તા અભિગમ સુંદર રીતે રજૂ કર્યો , તેમણે વાર્તાઓને વાંચી અને બાળકોને કહ્યું હતું કે જો
તમે વાર્તા ના વાંચનના પ્રેમમાં પડો તો મોબાઈલ એની પાસે પાણી ભરે
બાળકોએ પણ એમની વાર્તાઓ ને તરબતર રીતે માળી હતી શાળાના આચાર્ય વંદનાબેન ગોસ્વામીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે અમારા બાળકો હંમેશા લાઇબ્રેરી નો ઉપયોગ કરે છે અને હવે ફરી તમે આવો ત્યારે અમારા બાળકો સુંદર રીતે વાર્તા વાંચન કરી બતાવશે. સમગ્ર કાર્યક્રમ સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ વિજયભાઈ ચાંદલીયાએ કરી હતી. ખડસલીયા ના નાનકડા ગામમાં આચાર્યશ્રી વંદના બહેન ગોસ્વામી આવા સુંદર વક્તાઓ નો લાભ બાળકોને આપતા રહે છે એ એ વાતનો આનંદ દિગ્પાલસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો હતો.