Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 29 March 2025

થાઈલેન્ડમાં હોટલના ટેરેસ વિશાળ પૂલમાં કપલ પ્રેમમાં ગળાડૂબ હતું! પાણી અચાનક હિલોળા લેતા જોવા જેવી થઈ

થાઈલેન્ડમાં હોટલના ટેરેસ વિશાળ પૂલમાં કપલ પ્રેમમાં ગળાડૂબ હતું! પાણી અચાનક હિલોળા લેતા જોવા જેવી થઈ
થાઈલેન્ડ અને મ્યાનમાંરમાં આવેલા ભૂકંપના આંચકાએ દુનિયાના દેશને હચમચાવી દીધા છે, આ બન્ને દેશ એવા છે કે જ્યાં દુનિયાભરના પ્રવાસીઓ ફરવા માટે પહોંચે છે. ભૂકંપની ઘટનાએ જેઓની આ સ્થળ સાથે યાદો જોડાયેલી છે તેમને પણ આ ઘટના હચમચાવી રહી છે. આવામાં એક કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

થાઈલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપે સૌ કોઈને હચમચાવી દીધા છે. ભૂકંપ દરમિયાની તસ્વીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવી જ એક ઘટના વાયરલ થઈ રહી છે કે જેમાં કપલ ધાબા પર બનેલા વિશાળ પૂલમાં પ્રેમમાં ડૂબેલું હતું અને ત્યારે ભૂકંપની અનુભૂતિ થતાં નાસભાગ થઈ ગઈ હતી. જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તેમાં સ્પેનિશમાં કંઈક લખવામાં આવ્યું છે. થાઈલેન્ડ અને મ્યાનમાંરમાં આવેલા ભૂકંપમાં વિશાળ ઈમારતો, પૂલ, રસ્તા વગેરેને નુકસાન થયું હતું. મ્યાનમાંરમાં ભૂકંપના કારણે મોતનો આંકડો 700ની નજીક પહોંચી ગયો છે અને 1600 જેટલા લોકો ઘાયલ થયા છે. ભૂકંપ બાદ ભારતે મદદ માટે હાથ લંબાવ્યો છે, જેમાં ભારતે પ્રાથમિક જરુરિયાતની વસ્તુઓ મોકલીને મદદ કરી છે.  

પોર્ટલ પોટિકલ કેમ્પ નામના અકાઉન્ટ પરથી કેટલાક દ્રશ્યો શેર કરવામાં આવ્યા છે જે થાઈલેન્ડમાં આવેલા ભૂકંપના દિવસના હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વીડિયોમાં દેખાય છે કે એક કપલ ટેરેસ પર બનેલા વિશા પૂલના પાણીમાં પ્રેમમાં ડૂબેલું હતું. ફ્લોટિંગ બેડ પર કપલ સૂતું હતું તેવું શેર કરવામાં આવેલા દ્રશ્યો દેખાય છે. પણ અચાનક પૂલનું પાણી ડોલવા લાગે છે અને કપલ ગભરાઈ જાય છે. આ વીડિયોનું કેપ્શન સ્પેનિશ ભાષામાં લખવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે, થાઈલેન્ડમાં ભૂકંપ દરમિયાનની ઊંચી બિલ્ડિંગ પરની ઘટના, કેટલું ભયાનક છે! (નોંધઃ જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તે વાયરલ થઈ રહ્યો છે અમો તેની પુષ્ટી કરતા નથી કે તે ભૂકંપ સમયનો છે કે નહીં)


દ્રશ્યોમાં જોવા મળે છે કે એક કપલ ફ્લોટિંગ બેડ પર સૂતેલું છે અને અચાનક પૂલનું પાણી જાણે કોઈએ ઈમારત હલાવી નાખી હોય તેમ છલકાવાનું શરુ થાય છે. શરુઆતમાં કપલને કંઈ સમજાતું નથી પરંતુ આ પછી તેમને ખ્યાલ આવી જાય છે કે કંઈક મોટી ઘટના બની રહી છે. આ પછી તેઓ ફ્લોટિંગ બેડ પરથી પાણીમાં ઉતરી જાય છે. જે પૂલમાં કપલ હતું તેમાં એક બાજુની સાઈડ ખુલ્લી હતી પરંતુ ત્યાં કાચ લગાવેલો હતો. ભૂકંપના કારણે પૂલનું પાણી હિલોળા લેતા સેફ્ટી માટે જે કાચની વોલ બનાવવામાં આવી છે તે પણ તૂટી જાય છે.