બોસ્ટન શહેરમાં હાઇ-પ્રોફાઇલ વેશ્યાલય કૌભાંડમાં બિઝનેસમેન, ડોક્ટર્સ, વકીલો સહિત 30થી વધુ લોકો સામેલ હતા. ભારતીય મૂળના સીઈઓ અનુરાગ બાજપેયી પણ આરોપી તરીકે સામે આવ્યો છે. જાણો કેવી રીતે આ હાઈ પ્રોફાઈલ કૌભાંડ સામે આવ્યું અને કેવી રીતે આચરવામાં આવતો હતો સ્કેમ
અમેરિકાના બોસ્ટન શહેરમાં અમીર ક્લાયન્ટ્સ સાથે સંકળાયેલા હાઇ-પ્રોફાઇલ વેશ્યાલય કૌભાંડે સમગ્ર અમેરિકાને ચોંકાવી દીધું છે. રિપોર્ટ્સ અનુસાર, બિઝનેસમેન, પબ્લિક ઓફિસર્સ, ડોક્ટર્સ અને વકીલોએ કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ અને અન્ય સ્થળોએ આવેલા હાઇ-એન્ડ એપાર્ટમેન્ટ્સમાં જાતીય સંબંધો માટે $600 (રૂ. 51,625) સુધી ચૂકવ્યા હતા.
ગ્રાહકોમાંના એક ભારતીય મૂળના એક ટોચના વેસ્ટવોટર ટ્રીટમેન્ટ ફર્મના સીઈઓ પણ સામેલ હતા, જેમની કંપની તેમના બચાવમાં મેદાને ઉતરી છે. નવેમ્બર 2023માં બ્રોથલ નેટવર્કનો પર્દાફાશ થયો હતો. મેસેચ્યુસેટ્સના ભૂતપૂર્વ યુએસ એટર્ની જોશુઆ લેવીએ તે સમયે જણાવ્યું હતું કે, "આ કોમર્શિયલ સેક્સ રિંગ સિક્રેસી અને એક્સક્લુઝિવિટી પર બનાવવામાં આવી હતી, જે અમીરો અને સંબંધિત ક્લાયન્ટ્સને સર્વિસ આપતું હતું."
શું છે બોસ્ટન વેશ્યાલય કૌભાંડ?
આ બ્રોથલ રિંગ કેમ્બ્રિજ, ડેડહામ, વોટરટાઉન અને ઇસ્ટર્ન વર્જિનિયામાં રેન્ટ પર હાઇ-એન્ડ એપાર્ટમેન્ટ્સમાંથી ઓપરેટ કરવામાં આવતું હતું. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ' (WSJ) ના રિપોર્ટ અનુસાર, આ હાઇ-પ્રોફાઇલ વેશ્યાલય કૌભાંડમાં 30થી વધુ કથિત જોન્સ સામેલ છે. લેવીએ જણાવ્યું હતું કે, "તેમાં ડોક્ટર્સ, વકીલ, એકાઉન્ટન્ટ, હાઇ-ટેક કંપનીઓના એક્ઝિક્યુટિવ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, મિલેટ્રી ઓફિસર્સ, સરકારી કોન્ટ્રાક્ટર, પ્રોફેસર્સ, વૈજ્ઞાનિકો સામેલ છે."
આ પુરુષોએ અનેક લક્ઝરી એપાર્ટમેન્ટમાં એશિયન મહિલાઓ સાથે સેક્સ માટે પ્રતિ કલાક $300 (રૂ. 25,813) થી વધુ ચૂકવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મેસેચ્યુસેટ્સ ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની લીઆ ફોલીએ જણાવ્યું કે, "તેઓએ આ જગ્યાઓ પસંદ કરી કારણ કે તેઓ સેક્સ માટે પૈસા ચૂકવવા માંગતા અમીરો અને પાવરફુલ પુરુષોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા હતા."
કેમ્બ્રિજ પોલીસના જણાવ્યા અનુસાર, કેમ્બ્રિજ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં 12 પુરુષોએ કોરિયન મહિલાઓ સાથે સેક્સ માટે પૈસા ચૂકવ્યા હતા.
'CBS ન્યૂઝ' અનુસાર, કેમ્બ્રિજ પોલીસ લેફ્ટનન્ટ જેરેડ કેબ્રાલે જણાવ્યું હતું કે, "ઉદાહરણ તરીકે, 'GFE' ગર્લફ્રેન્ડનો એક્સપિરિયન્સ આપવા રિફર કરે છે અને ત્યાર બાદ વધારે ઇન્ટિમેટ અનુભવ આપે છે અને ફાઇનાન્સિયલ ટ્રાન્જેક્શન્સ અને રિલેશનશિપ વચ્ચેની લિમિટ્સને બ્લર કરી દે છે, જેમાં સામાન્ય રીતે કોઈપણ અને તમામ સેક્સ્યુઅલ એક્ટ્સનો સમાવેશ થાય છે."
આ કૌભાંડ વિરુદ્ધ થયું આંદોલન
આ હાઇ-એન્ડ બ્રોથલ કૌભાંડથી ભારે હોબાળો મચ્યો છે. માર્ચમાં, કેમ્બ્રિજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી બહાર નીકળતી વખતે કથિત ગ્રાહકો પર દેખાવકારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
'સીબીએસ ન્યૂઝ' મુજબ સેક્સ વર્ક સર્વાઇવર ડૉ. સ્ટેસી રીડ બાર્ન્સે કહ્યું કે, "તમે બાયર્સને ક્યારેય જવાબદાર ઠેરવતા નથી. તમે માંગ અંત પણ નહીં લાવો. તમે તેને ન્યાયી ઠેરવો છો, તેને તર્કસંગત બનાવો છો અને અમારું આજે પણ દુઃખ ભોગવવું પડી રહ્યું છે. આ યોગ્ય નથી."