સોનમ રઘુવંશી અને રાજા રઘુવંશીના હનીમૂનથી ગાયબ થવાના સમાચારે આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. સૌને ચિંતા હતી કે આખરે આ નવું પરણેલું કપલ ક્યાં ગાયબ થઈ ગયું? શિલોંગની વાદીઓમાંથી અચાનક ગાયબ થયેલું આ કપલને લઈને અપડેટ પણ આવી તો દુઃખી કરનારી. રાજાની લાશ ખીણમાંથી મળી. ત્યારે સોનમની શોધ ચાલુ થઈ. જોકે હવે સોનમ મળી ગઈ છે અને તે પણ જીવતી. પણ તેની સાથે સોનમ દ્વારા જ રાજાની હત્યા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે કે, ભારતમાં કયા એવા ટોપ પાંચ રાજ્યો છે, જ્યાંની પત્નીઓ ખૂંખાર થઈ ચૂકી છે. પોલીસમાં રજિસ્ટર કેસના આધાર પર આ ટોપ પાંચ રાજ્યોના નામ રિવીલ કર્યા છે, જ્યાં પત્નીઓએ પોતાના પતિની હત્યા કરી છે.
ભારતના કેટલાય રાજ્યોમાંથી છેલ્લા કેટલાય મહિનાથી આવા કિસ્સા સામે આવ્યા છે. જ્યાં એક મહિલાએ પોતાના પાર્ટનરનો જીવ લઈ લીધો. સરકાર દ્વારા જાહેર ક્રાઈમ ડેટા અને કેટલાય અન્ય રિપોર્ટ્સમાં આ વાતનો ખુલાસો થયો છે કે ભારતના અમુક રાજ્યોમાં આવા કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. આ કિસ્સામાં પત્નીઓ જ પોતાના પતિનો જીવ લેતી જોવા મળી છે. જ્યાં અમુક કેસમાં જ ખુદ પત્ની જ મર્ડર કરી નાખે છે, તો કેટલાય તેના માટે પ્લાનિંગ કરી બીજા પાસેથી પતિનો જીવ છીનવી લે છે.
ક્રાઈમ ડેટા અનુસાર, દેશના પાંચ રાજ્યોમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 785 કેસ સામે આવ્યા છે, જ્યાં પત્નીઓએ પોતાના પતિનો જીવ લઈ લીધો. તેમાં કાં તો મહિલાએ ખુદ જ મર્ડર કર્યું છે અથવા તો તેની સોપારી આપેલી છે. તેમાં યુપી, બિહાર, એમપી અને રાજસ્થાન જેવા રાજ્યો સામેલ છે.
આ લિસ્ટમાં સૌથી ઉપર નામ આવે છે યુપી એટલે કે ઉત્તર પ્રદેશનું. થોડા સમય પહેલા યુપીને ક્રિમિનલ્સનો ગઢ માનવામાં આવતો હતો. ક્રાઈમ રેટ ખૂબ જ વધારે હતો. લોકો ખુલ્લેઆમ ફાયરિંગ કરતા હતા પણ હવે અહીંની આબોહવામાં નિયમનું પાલન કરવાનું સામેલ થઈ ગયું છે. તેમ છતાં આ રાજ્ય મહિલાઓના ક્રાઈમ કરવામાં સૌથી ઉપર છે. અહીંની પત્નીઓએ પાંચ વર્ષમાં 275 મર્ડર કર્યા છે. તેમાં વર્ષ 2020માં 45, 2021માં 52, 2022માં 60, 2023માં 55 અને 2024માં સૌથી વધારે 62 કેસ સામે આવ્યા છે. એટલે કે સમય સાથે આ આંકડો વધતો જાય છે.
લિસ્ટમાં બીજા નંબરે આવે છે બિહાર. બિહારમાં સરકારી નોકરીનો ક્રેઝ છે. તો વળી અહીંની મહિલાઓ હવે હત્યા કરવાથી પણ ડરતી નથી. વર્ષ 2020માં 30, પછી 2021માં 35, 2022માં 40, 2023માં 38, 2024માં 42 પતિઓના પત્ની જીવ લઈ ચૂકી છે.
હવે તેની આગળ આવે છે રાજસ્થાન. જી હાં, રાજસ્થાનને આ લિસ્ટમાં ત્રીજું સ્થાન મળ્યું છે. વર્ષ 2020માં 20, પછી 25, 28, 30 અને છેલ્લે 2024માં 35 મર્ડર કેસ સામે આવ્યા છે, જ્યાં પત્નીઓ દ્વારા પતિની હત્યા કરવામાં આવી છે. આ છેલ્લા પાંચ વર્ષના આંકડા છે, જેમાં દર વર્ષે કેટલા પતિઓના જીવ ગયા તે દર્શાવે છે.
તો વળી ચોથા નંબર પર આવે છે મહારાષ્ટ્ર. જી હા, આ રાજ્યનો ચોથો નંબર આવ્યો છે. પાંચ વર્ષ દરમિયાન સો કેસ આવ્યા છે, જ્યાં પત્નીઓએ પોતાના પતિનો જીવ લઈ લીધો. ત્યારબાદ આવે છે મધ્ય પ્રદેશ, અહીંથી પાંચ વર્ષમાં 87 કેસ સામે આવ્યા છે.