Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 31 July 2025

‘હપ્તો ભરો, પત્નીને લઈ જાઓ’ હપ્તો ચુકતા બૈંક કર્મચારીઓ પત્ની ને ઊઠાવી ગયા !!!!!

હપ્તો ભરો, પત્નીને લઈ જાઓ’ હપ્તો ચુકતા બૈંક કર્મચારીઓ પત્ની ને ઊઠાવી ગયા !!!!!
ઝાંસીમાં 40,000ની લોન ન ચૂકવવા બદલ બેંક કર્મચારીઓએ મહિલાને 5 કલાક બંધક બનાવી! ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક ખાનગી માઇક્રો-ફાઇનાન્સ બેંકે લોનના હપ્તા ન ચૂકવવા બદલ રવિન્દ્ર વર્માની પત્ની પૂજા વર્માને લગભગ 5 કલાક સુધી બેંકમાં બંધક બનાવી રાખી. બેંકે રવિન્દ્રને કહ્યું, “હપ્તો ચૂકવો, પછી પત્નીને લઈ જાઓ.” રવિન્દ્રની ફરિયાદ પર પોલીસે ડાયલ 112 દ્વારા સ્થળ પર પહોંચી મહિલાને મુક્ત કરાવી. પૂજા અને રવિન્દ્રનો દાવો છે કે, તેમણે 40,000ની લોનના 11 હપ્તા ચૂકવ્યા, પરંતુ બેંકના રેકોર્ડમાં માત્ર 8 હપ્તા દેખાય છે, અને એજન્ટે તેમના પૈસા હડપ કર્યા. બેંકનું કહેવું છે કે, દંપતીએ 7 મહિનાથી હપ્તા ચૂકવ્યા નથી, અને મહિલા જાતે બેંકમાં આવી હતી, અપહરણનો કોઈ મામલો નથી. પોલીસ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.