ગુજરાતમાં ભાજપના નેતાઓ દ્વારા સરકારને પત્રો લખીને સવાલ ઉઠાવવાનો સિલસિલો યથાવત છે. ધારાસભ્ય હાર્દિક પટેલ અને ગીરના સિંહોના મોતના મામલે બે ધારાસભ્યો દ્વારા પત્ર લખાયા બાદ હવે ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ભરૂચ જિલ્લામાં વિકાસ કાર્યોની ગોકળગતિ અને બ્રિજોની ખરાબ હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવેના અનેક બ્રિજ ભારે વરસાદ અને ટ્રાફિકને કારણે ક્ષતિગ્રસ્ત થયા છે. આના લીધે ભરૂચ, આમોદ, જંબુસર, અંકલેશ્વર, વાલિયા, નેત્રંગ અને ડેડીયાપાડા જેવા વિસ્તારોમાં મોટા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. આની અસર ખેડૂતો, નાના-મોટા વેપારીઓ, ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો અને સામાન્ય નાગરિકો પર પડી રહી છે.
હવે લાગી રહ્યુ છે કે સરકાર ચલાવવા કરતા સરકાર બચવવા મા જ સરકાર વ્યસ્ત છે ગુજરાત નો SC ST OBC યુવાન કામકાજ કે રોજગાર ના હોય નારાજ છે જો કોઈ થોડાક ધક્કો મારે તો આ યુવાનો રોડ પર આવતા વાર નહી લાગે
એસટી બસોની અવરજવર પણ બંધ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાંસદે આ મુદ્દે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, વસાવાએ ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળ કબીરવડના વિકાસનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે, પૂર્વની સરકારોએ કબીરવડના વિકાસ માટે કરોડો રૂપિયાનું આયોજન કર્યું હતું અને બજેટમાં ફાળવણી પણ થઈ હતી. જોકે, 15થી 20 વર્ષ વીતવા છતાં વિકાસના કામો આગળ વધ્યા નથી. આ બંને મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરતાં સાંસદે સરકારને આ બાબતે ઝડપી પગલાં લેવા અપીલ કરી છે. આ પત્ર ગુજરાત ભાજપની અંદરખાને ચાલતી નારાજગી અને વિકાસના મુદ્દે સરકારની ધીમી ગતિ સામે નેતાઓની ચિંતાનું પ્રતિબિંબ માનવામાં આવે છે.