Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 1 February 2026

જંગી લીડ થી ચુંટાઈ આવેલ કોઈ પણ સત્તાધારી સરકાર પણ મુશ્કેલીમાં પડી શકે છે ? સમાજની ચૂંટણીમાં એન્ટી-ઇન્કમ્બન્સીનો ભય અને ચિંતા!

જંગી લીડ થી ચુંટાઈ આવેલ કોઈ પણ સત્તાધારી સરકાર પણ મુશ્કેલીમાં પડી શકે છે ? સમાજની ચૂંટણીમાં એન્ટી-ઇન્કમ્બન્સીનો ભય અને ચિંતા!
-Friday world 1/2/2026
સમાજની ચૂંટણીઓમાં કોઈ પણ સત્તાધારી પેનલ માટે ધણી વખત વાતાવરણ બદલાઈ જતુ હોય છે. જ્યારે પેનલ ના સભ્યો ઉદાસીન હોય અથવા સાથ છોડે ત્યારે  મુશ્કેલી વધી જાય છે, સારા કાર્યો છતાં એન્ટી-ઇન્કમ્બન્સી (anti-incumbency)નો ડર પ્રબળ બને છે.

 જે પેનલે પહેલા જંગી મતોની લીડથી જીત મેળવી હોય, તે હવે ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતરવાના વિચારમાં પડી જાય છે. પ્રશ્ન એ છે કે—શું તેઓ સીધા ચૂંટણી જંગમાં ઉતરવાથીપીઠ બતાવશે??, કે પછી બીજી પેનલને આગળ મૂકીને બેક-સીટ ડ્રાઇવિંગ કરશે? અથવા તો વનવાસ લઈને થોડા સમય માટે દૂર રહેશે?

2 સમાજની ચૂંટણીઓમાં જ્યારે સમાજ જાગૃત અને શિક્ષિત હોય ત્યારે કોઈ પણ સમરબંધી ના પગે પાણી ઉતારી દેવાની તાકાત હોય છે. હારનો ડર તો દરેકને લાગે જ છે, પણ દર વખતે જીત ચોકલેટના ડબ્બામાં નથી મળતી! તે માટે સતત મહેનત, પારદર્શિતા અને સમાજની અપેક્ષાઓને સમજવાની જરૂર પડે છે. 

એન્ટી-ઇન્કમ્બન્સીનું કારણ શું? સત્તાધારી પેનલે ઘણા સારા કાર્યો કર્યા હોય તો પણ, પેનલ માં ભંગાણ થાય અથવા સમાજ મા આકરા નિર્ણય લેવાયા કે લેવડાવ્યા હોય ત્યારે સત્તામાં રહેવાથી લોકોમાં અસંતોષ જાગે છે. 

કેટલાક કારણો આવા પણ હોય છે!!

- સતત સત્તા = અસંતોષનો બીજ: લાંબા સમય સુધી એક જ પેનલ સત્તામાં રહે તો લોકોને લાગે છે કે નવા વિચારો, નવા ચહેરા અને નવી ઊર્જાની જરૂર છે. ભલે કામ સારું થયું હોય, પણ "બદલાવ"ની ભૂખ વધે છે. 

- બહુમતિની ચિંતા: પહેલા જ્યાં જંગી મતોની લીડથી જીત આવતી હતી, ત્યાં હવે મતો વહેંચાઈ રહ્યા છે. નાની-નાની ગેરસમજો, જૂથબંધી કે વ્યક્તિગત અસંતોષ પણ બહુમતિને ખતરો બની શકે છે. 

- જાગૃત સમાજની તાકાત: આજનો સમાજ શિક્ષિત અને જાગૃત છે. તે સરળતાથી ખોટા વચનોમાં નથી આવતો. તે પોતાના હિતને સમજે છે અને જે પેનલ તેને સાચી રીતે સમજીને કામ કરે તેને જ તક આપે છે. 

હવે શું વિકલ્પ છે? કોઈ પણ પેનલ પાસે વિકલ્પ ધણા છે: પણ એનાથી વધારે વિકલ્પ મત દાતા ઓ પાસે હોય છે અને વિશાળ સમજદારી પણ 

 1. સીધી ચૂંટણીમાં કૂદકો: જો વિશ્વાસ હોય તો ફરીથી મેદાનમાં ઉતરીને લોકો સમક્ષ જવું. પણ એન્ટી-ઇન્કમ્બન્સીનો ડર હોય તો જોખમ વધારે છે. 

2. બીજી પેનલને આગળ મૂકવી: નવા ચહેરા, નવી ટીમને આગળ કરીને પાછળથી માર્ગદર્શન આપવું. આમાં બેક-સીટ ડ્રાઇવિંગની રણનીતિ કામ કરી શકે છે, પણ લોકો તેને "છુપાવું" તરીકે પણ જોઈ શકે છે. અને જાણે પણ છે!!

3. વનવાસ અથવા વિરામ: થોડા સમય માટે દૂર રહીને સમાજમાં નવી ઊર્જા ભરવી અને પછી પરત આવવું. આ રણનીતિ ઘણી વખત કામ કરે છે, કારણ કે લોકોને "ગેરહાજરી" પછી નવી તાજગી લાગે છે. 

: જીત ચોકલેટના ડબ્બામાં નથી! 

સમાજની ચૂંટણીમાં જીત માટે કોઈ શોર્ટકટ નથી. સારા કાર્યો, પારદર્શિતા, સમાજ સાથે સતત સંપર્ક અને નવા વિચારો જ જીતની ચાવી છે. એન્ટી-ઇન્કમ્બન્સીનો ડર લઈને પણ જો સમાજને સાચી રીતે જોડી શકાય તો બહુમતિ મળી શકે છે. 

પણ જો સમાજ જાગૃત છે તો કોઈ પણ પેનલને "પગે પાણી ઉતારી" દેવાની તાકાત છે! 

આ ચૂંટણી માત્ર સત્તાની નથી, તે સમાજની પરીક્ષા છે—કોણ વધુ સારી રીતે સમાજના હિતને સમજે છે?

 તમે શું માનો છો? તમારો મત આપો અને ચર્ચામાં જોડાઓ! 

Sajjadali Nayani ✍
Friday world 1/2/2026