Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 26 November 2026

ભાવનગર એસ.ટી. વિભાગમાં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી

ભાવનગર એસ.ટી. વિભાગમાં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી
-Friday World Nov 26,2026 
ભાવનગર એસ.ટી. વિભાગમાં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી

આઈ.ટી.આઈ. મેરિટના આધારે પસંદગી કરાશે; લાયક ઉમેદવારો તા. ૧૫ ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે


ભાવનગર: ભાવનગર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગ દ્વારા એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ હેઠળ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવનાર છે. આ ભરતી અંતર્ગત આઈ.ટી.આઈ.માં મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, કોપા (COPA), ફિટર તથા હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર ટ્રેડ પાસ કરેલા લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી આઈ.ટી.આઈ. મેરિટના ધોરણે કરવામાં આવશે.

ઇચ્છુક ઉમેદવારોએ તા.૦૧/૧૨/૨૦૨૬ થી તા.૧૫/૧૨/૨૦૨૬ દરમિયાન કચેરીના કામકાજના દિવસોમાં (જાહેર રજાના દિવસો સિવાય) સવારે ૧૧:૦૦ થી બપોરે ૧:૩૦ કલાક સુધી વિભાગીય કચેરી, પાનવાડી એસ.ટી. ભાવનગર ખાતેથી અરજીપત્રક મેળવી શકશે. 

ઉમેદવારોએ અરજીપત્રક સાથે ઓનલાઈન રજિસ્ટ્રેશનની નકલ તથા શૈક્ષણિક લાયકાતના તમામ આધાર-પુરાવાની સ્વપ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત, ઉમેદવારોએ www.apprenticeshipindia.gov.in અને https://anubandham.gujarat.gov.in/ બંને પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવી તેની હાર્ડકોપી સહિતનું સંપૂર્ણ અરજીપત્રક તા. ૧૫/૧૨/૨૦૨૬ના રોજ બપોરે ૨:૦૦ કલાક સુધીમાં વિભાગીય કચેરી, પાનવાડી ખાતે જમા કરાવવાનું રહેશે.

લાયકાત અંગેની વિગતો મુજબ, મિકેનિક ટ્રેડ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ તથા કોપા અને હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર ટ્રેડ માટે ધોરણ-૧૨ પાસ અને સંબંધિત આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ હોવું જરૂરી છે. ઉમેદવારો માટે વયમર્યાદા ૧૮ થી ૩૩ વર્ષ નક્કી કરવામાં આવી છે.

વધુમાં, અગાઉ કોઈપણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલી હોય અથવા હાલમાં એપ્રેન્ટિસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નહીં. ઉમેદવાર દ્વારા ખોટી માહિતી આપવામાં આવશે અથવા ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવશે તો તેમની અરજી તથા પસંદગી રદ કરવામાં આવશે તેમ વિભાગીય નિયામક એસ.ટી. ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Sajjadali Nayani ✍️ 
Friday World Nov 26,2026