-Friday World Nov 25,2026
ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી સાથે આગેવાનો, ઉદ્યોગપતિઓ, પૂર્વ પદાધિકારી, વેપારીઓ, NGO સંસ્થાના આગેવાનો, વિવિધ અસોશિયેશન અને કર્મચારી મંડળોના પ્રતિનિધિની ઉપસ્થિતિ સાથે સ્નેહ, સંવાદ અને સંગઠનની એકતાને વધુ સુદૃઢ
વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભ શરૂઆત નિમિત્તે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા શ્રી પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન સમારોહ હર્ષોલ્લાસ અને ઉમંગભેર યોજાયો હતો. એક બીજા સાથે સ્નેહ, સંવાદ અને સંગઠનની એકતાને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ સમારોહમાં નવી ઊર્જા સાથે વિકાસની યાત્રામાં સહભાગી થવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. પ્રવચન કે સ્ટેજ પ્રોગ્રામ વગર સ્નેહ મિલનનો આ સમારંભ નવી પહેલ બની રહ્યો હતો.
આ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત સૌ કોઈએ નવું વર્ષ એટલે નવા સંકલ્પ સાથે પરસ્પર નવા વર્ષની શુભકામનાઓ પાઠવી આત્મીય સંવાદ સાધ્યો હતો.
સ્નેહ મિલનમાં મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, સાવરકુંડલાના ધારાસભ્ય શ્રીમહેશભાઈ કસવાલા, પૂર્વ સાંસદ ડૉ . ભારતીબેન શિયાળ, પૂર્વ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ ઓસિએશનના પ્રતિનિધિ, NGO ના આગેવાનો, કર્મચારી મંડળોના પ્રતિનિધિઓએ તબક્કાવાર આ તકે ખાસ ઉપસ્થિત રહી કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સાથે નૂતન વર્ષની શુભકામનાની આપ-લે કરી હતી.
સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રીશ્રીને માત્ર સ્નેહથી મળી શકાય અને સ્નેહમિલનમાં સમારંભના સમય દરમિયાન ગમે ત્યારે આવી જઈ શકાય તેવી દરેકને અનુકૂળતા રહે તે માટે સ્ટેજ કાર્યકમ નહી રાખી કેન્દ્રીય મંત્રી દ્વારા નવી પહેલ કરાઇ હતી તે લોકમુખે પ્રશંશનીય બની રહી હતી.
Sajjadali Nayani ✍️
Friday World Nov 25,2026