Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Tuesday, 7 January 2025

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું એલાન: પાંચ ફેબ્રુઆરીએ થશે મતદાન, પરિણામ નુ ચેટિગ 8 ફેબ્રુઆરીએ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું એલાન: પાંચ ફેબ્રુઆરીએ થશે મતદાન, પરિણામ નુ ચેટિગ 8 ફેબ્રુઆરીએ
              ચુના વ આયુક્ત રાજીવ કુમાર 
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે મંગળવારે જાહેરાત કરી છે.

દિલ્હીની વિધાનસભા ચૂંટણી માટે એક સાથે એક જ તબક્કામાં 70 બેઠકો પર મતદાન થશે. આજથી જ ચૂંટણીના એલાન સાથે દિલ્હીમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

દિલ્હીમાં તમામ બેઠકો પર એક સાથે આગામી 5 ફેબ્રુઆરીએ મતદાન થશે.

ચૂંટણીનાં પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થશે.

દિલ્હીમાં કુલ મતદારો 1.55 કરોડ છે. જેમાં પુરુષ મતદારો 83.49 લાખ અને મહિલા મતદારો 71.73 લાખ છે.

85 વર્ષથી વધુ ઉંમરના મતદારો 1.09 લાખ છે.

દિલ્હીમાં કુલ 13,033 મતદાનમથકો પર મતદાન થશે.

ચૂંટણી કમિશનરે આરોપોના જવાબ આપ્યા !!!!

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પ્રેસ કૉન્ફરન્સમાં ઇવીએમ હૅક થવા અંગે, મતદાનની ટકાવારી વધવા અંગે પણ વિસ્તૃત જવાબો આપ્યા હતા.

તેમણે આંકડાઓ અને ઉદાહરણો સાથે સમજાવ્યું હતું કે ચૂંટણીપ્રક્રિયામાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) સાથે છેડછાડ શક્ય નથી અને સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને ટાંક્યું હતું કે ઇવીએમ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

તેમણે ફૉર્મ 17સી અંગે, વીવીપીએટી સ્લિપ અંગે ઊઠી રહેલા સવાલોનો પણ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "ઇવીએમમાં નકલી મત પડવાની સંભાવના નથી, તેમાં વાઇરસ ન આવી શકે, ઇવીએમ હૅક ન થઈ શકે એ સર્વવિદિત છે."

મતદાનની ટકાવારી અંગે પણ ઊઠી રહેલા સવાલોનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે, "છ વાગ્યે ક્યારેય અંતિમ મતદાનની ટકાવારી જાહેર થઈ ન શકે. મતદાનની ટકાવારી સાથે કોઈ છેડછાડ થઈ શકે તેવી સંભાવના નથી. ભારતની ચૂંટણીપ્રક્રિયા એ આપણા સૌનો વારસો છે, સમગ્ર વિશ્વમાં ઉત્તમ સ્ટાન્ડર્ડ હતુ છે!!!!."
દિલ્હીમાં આપ, ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ટક્કર થવાની છે

આમ આદમી પાર્ટીએ દિલ્હીની તમામ 70 બેઠકો પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે ભાજપે 29 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ ઉપરાંત કૉંગ્રેસ પણ 40થી વધારે બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે.

છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી, ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે સામસામે આરોપો લગાવવાનું ચાલુ છે.

કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી સાથે મળીને લડી હતી. હવે તેઓ એકબીજાની સામે છે અને નિવેદનો પણ આપે છે.

અત્યારે દિલ્હીનાં મુખ્ય મંત્રીપદે આતિશી છે અને અરવિંદ કેજરીવાલ પોતાની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને ખોટા સાબિત કરવા માટે જનતા વચ્ચે જાય છે.
આમ આદમી પાર્ટી હાલમાં એક દાયકા કરતા વધુ સમયથી સત્તા પર છે.
દિલ્હીમાં અગાઉ શીલા દિક્ષીત વખતે ભાજપ સત્તા પર નહોતો આવતો અને હવે આપના કારણે સત્તા નથી મળી રહી.

2013માં આમ આદમી પાર્ટી કૉંગ્રેસની વિરુદ્ધ હોવા છતાં કૉંગ્રેસે તેને સાથ આપ્યો હતો. ત્યાર પછી કૉંગ્રેસના મતમાં સતત ઘટાડો થયો. કૉંગ્રેસના મતો આપના ખાતામાં જતા રહ્યા કારણ કે, ભાજપના મત 30 ટકાથી ઉપર જળવાયા છે.

આવામાં કૉંગ્રેસે પોતાની ગુમાવેલી સત્તા પ્રાપ્ત કરવા માટે આપ અને ભાજપનો પડકાર પાર કરવો પડશે.