Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 4 January 2025

શંકરસિંહ વાઘેલા દ્વારા નવા પક્ષની જાહેરાત એ તેમની રાજકીય દૂરંદેશી કે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા?

શંકરસિંહ વાઘેલા દ્વારા નવા પક્ષની જાહેરાત એ તેમની રાજકીય દૂરંદેશી કે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા?
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ નવા પક્ષની જાહેરાત કરી છે

પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્થાનિક સ્વજની ચૂંટણીઓ નજીક આવતાં જ જાણે બે વર્ષ પહેલાં રજિસ્ટર કરાવેલી નવી પાર્ટીનું હથિયાર બહાર કાઢ્યું છે.

આમ તો કૉંગ્રેસ છોડ્યા પછી દર ચૂંટણીની મોસમમાં શંકરસિંહ વાઘેલા નવા રાજકીય પક્ષ સાથે મેદાનમાં આવે છે.

પણ બે વર્ષ પહેલાં બનેલી આ પાર્ટી વિધાનસભાને બદલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે બહાર આવી રહી છે.

શંકરસિંહ વાઘેલાની ભાજપ અને કૉંગ્રેસની ઇનિંગને બાદ કરવામાં આવે, તો અન્ય પક્ષ કે પોતાના દ્વારા સ્થાપિત પક્ષની આવરદા ખૂબ જ ટૂંકી રહેવા પામી છે.

વાઘેલાની વ્યક્તિગત ક્ષમતાઓ અને મર્યાદાઓ શું છે, તેમની રાજકીય કારકિર્દી વિશે અમે રાજકીય નિષ્ણાતો અને તેમના નિકટના સહયોગી સાથે વાત કરી.
              અત્યારે નવી પાર્ટી શા માટે?
2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટીએ 'પંચામૃત' વચન દ્વારા ચર્ચા જગાવી હતી, પરંતુ ચૂંટણી લડી ન હતી

શંકરસિંહ વાઘેલાએ ઑગસ્ટ-2022માં પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટી રજિસ્ટર કરાવી હતી. એ વખતે માનવામાં આવતું હતું કે વર્ષ 2022ની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા ફરી મેદાનમાં ઉતારશે, પણ એ સમયે કૉંગ્રેસ, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ) અને ઓવૈસીની પાર્ટી (AIMIM, ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસિલમીન) મેદાનમાં આવી. એટલે કદાચ તત્કાલીન રાજકીય પરિસ્થિતિને જોતા શંકરસિંહ ચૂંટણીજંગમાં ન ઉતર્યા.
ડિસેમ્બર-2024ના અંતભાગમાં પોતાની નવી પાર્ટીને લૉન્ચ કરી
એ વાત સાચી છેકે ઑગસ્ટ-2022માં પાર્ટીનું રજિસ્ટ્રેશન થયું અને ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી હતી એટલે તૈયારી પૂરતી ન હતી માટે ચૂંટણી નહોતા લડ્યા."

"હવે સમય જોઈને 2027ની ચૂંટણી લડીશું એની તૈયારી અત્યારથી શરૂ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, એટલે ચૂંટણી લડી રહ્યા છીએ એવું નથી."

શંકરસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણી આસપાસ ભાજપના નેતા અમિત શાહ સાથેની મુલાકાત કરી હતી. આ મુલાકાત વિશે અનેક અટકળો વહેતી થઈ હતી. બીબીસીએ તેમને સવાલ પૂછ્યો હતો કે શું અમિત શાહ સાથેની મુલાકાત બાદ તેમણે ચૂંટણી ન લડવાનું નક્કી કર્યું?

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી.

વાઘેલાના કહેવા પ્રમાણે, "હું અનેક રાજકીય નેતાઓ સાથે સંબંધ છે એટલે કોઈ શુભેચ્છા મુલાકાતને રાજકારણ સાથે ના જોડી દેવી જોઈએ. આ પક્ષમાં મેં હોદ્દો લીધો જ નથી અને બીજા લોકોને પદ આપ્યા છે, મારું લક્ષ્ય લોકોની સમસ્યા દૂર કરવાનું છે."
એક સમયે શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી નિકટ હતા (ફાઇલ તસવીર)

એન.સી.સી. (નૅશનલ કૅડેટ કૉર)ના કૅડેટ રહેલા શંકરસિંહ વાઘેલા કટોકટી વખતે સક્રિય રાજકારણી તરીકે ઉભર્યા હતા અને ઉત્તર ગુજરાતના ક્ષત્રિય નેતા તરીકે સ્થાપિત થયા હતા.

વર્ષ 2015માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેનાર અને શંકરસિંહ વાઘેલાના નિકટના સાથી રહી ચૂકેલા હર્ષદ ભર્હ્મભટ્ટએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "શંકરસિંહ વાઘેલા એક સમયે વિધાનસભાની પેટાચૂંટણી મહેસાણાથી હાર્યા હતા."

"ત્યારબાદ 1977માં લોક્સભાની ચૂંટણી કપડવંજથી જીત્યા હતા અને 1980માં લોકસભા હાર્યા હતા, ત્યારબાદ 1984માં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનું સંખ્યાબળ નહીં હોવા છતાં અને માધવસિંહ સોલંકીનો દબદબો હોવા છતાં એમની વ્યક્તિગત લોકપ્રિયતાને કારણે કૉંગ્રેસમાં ક્રૉસવોટિંગ થયું અને તેઓ ચૂંટણી જીત્યા હતા."

"ત્યારબાદ એમણે માધવસિંહ સોલંકીને માત આપવા માટે પટેલ, દલિત, આદિવાસી અને ક્ષત્રિયની નવી વોટબૅન્ક ઊભી કરી હતી, ભાજપની છબી ઉપર લાવવા માટે ભાજપ અને સંઘ સાથે ના જડાયેલા હોય એવા બ્યૉરોક્રૅટ, ટેકનૉક્રૅટ,અને ક્રાઉડ-પુલિંગ માટે ફિલ્મીકલાકારોને સમાવ્યા."

"ત્યારબાદ 1995માં ભાજપને મળેલી સફળતા પછી થયેલા વિખવાદોને કારણે એ ગોધરાથી લોકસભાની ચૂંટણી હાર્યા અને એમણે ભાજપમાં બળવો કરી ઊભાં ફાડિયાં કર્યાં. 47 ધારાસભ્યોને સાથે લઈને સરકાર બનાવી."

"1998ની લોકસભા ચૂંટણી પછી શંકરસિંહ વાઘેલા કૉંગ્રેસમાં જોડાયા અને કેન્દ્રીય મંત્રી બન્યા. ત્યારબાદ કૉંગ્રેસ સાથેના આંતરિક મતભેદને કારણે એમણે કૉંગ્રેસ છોડી, અલબત્ત આ સમયે મેં નાદુરસ્ત તબિયતને કારણે રાજકીય નિવૃત્તિ લીધી હતી."

"એ પછી એમણે જનવિકલ્પ મોરચો બનાવ્યો, એમાં શંકરસિંહના મૂળ સમર્થકો સાથે રહ્યા, પણ જૂના સાથીઓ ભાજપમાં પરત ગયા હતા અને કેટલાક કૉંગ્રેસમાં જ રહ્યા હતા. ત્યારબાદ એ બે વર્ષ એનસીપીમાં રહ્યા અને હવે નવો પક્ષ રચ્યો છે."