Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 18 January 2025

જમાલપુરમાં ઉર્દૂ શાળા પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું, સ્કૂલના નામે ભાડે ચાલતી હતી દુકાનો

જમાલપુરમાં ઉર્દૂ શાળા પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું, સ્કૂલના નામે ભાડે ચાલતી હતી દુકાનો
અમદાવાદના જમાલપુરમાં ઉર્દૂ શાળા પર વહીવટીતંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. કાંચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું હતું.

જમાલપુરમાં ઉર્દૂ શાળાની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે બાંધકામ ઉભું કર્યું હોવાનો આરોપ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ તરફે સંકલન સમિતિની બેઠકમાં લગાવવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ સ્કૂલની જગ્યામાં દુકાનો બની ગઈ છે કે કેમ એ અંગે શાસનાધિકારીને પુછવામાં આવતા જવાબ મળ્યો કે, શાળા બંધ છે. ધારાસભ્ય અમિત શાહે આ મુદ્દે તાત્કાલીક તપાસ કરાવવાની માંગ કરી હતી. 

શાસનાધિકારીએ શાળા બંધ હોવાનો જવાબ આપતા ધારાસભ્યએ જણાવ્યું હતુ કે, 'હાલ જ તપાસ કરાવો. જો શાળા બંધ હશે તો હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દઈશ. આમને ખબર જ નથી કે ત્યાં શોપિંગ સેન્ટર બની ગયુ છે. તેમને કાઢી મુકવા જોઈએ.'

 amc કમિશનર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં ખુલ્યું હતું કે શાળાની જગ્યાએ કોમ્પ્લેક્સ બની ગયું છે. જણાવી દઈએ કે, જમાલપુર કાચની મસ્જિદ પાસે 20 વર્ષ પહેલાં ઉર્દુ સ્કૂલ આવેલી હતી. જેમાં 200 બાળકો ભણતા હતા. આ શાળાને જેતે સમયે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા બંધ કરવામાં આવી હતી. શાળાની બાજુમા રહેતા સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા 10 જેટલી દુકાન ગેરકાયદે બનાવી 12 હજાર રૂપિયા લેખે ભાડું વસુલી રહ્યો હતો. AMCની તપાસમાં આ ભાંડો ફૂટતા આજે પોલીસના બંદોબસ્ત સાથે તેને ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.