Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 31 January 2025

બેટ-દ્વારકામાં 'દેવભૂમિ દ્વારકા કૉરિડોર' બનાવવા માટે મકાનો પાડી નાખવામાં આવ્યાં?

બેટ-દ્વારકામાં 'દેવભૂમિ દ્વારકા કૉરિડોર' બનાવવા માટે મકાનો પાડી નાખવામાં આવ્યાં?
દ્વારકાની ગોમતી નદીના ઘાટ પર શ્રદ્ધાની ડૂબકી મારતા શ્રદ્ધાળુઓ
તાજેતરમાં ઉત્તરાયણના તહેવારના દિવસોમાં સરકારે બેટ-દ્વારકા ટાપુ, દ્વારકા શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં સરકારી જમીનો પરથી કથિતપણે થયેલ 'દબાણ'ને દૂર કરવા એક મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી હતી.

જે બાદથી શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલ આ બંને તીર્થસ્થળો ચર્ચામાં હતાં.

સરકારે દ્વારકા શહેરમાં 23 ડિસેમ્બર, 2024ના રોજ 'દબાણ' હઠાવવવાની કામગીરી આરંભી હતી.

તે બાદ 11 જાન્યુઆરી 2025થી દ્વારકા શહેરથી લગભગ 34 કિમી દૂર આવેલ બેટ-દ્વારકામાં ડિમોલિશન ડ્રાઇવની શરૂઆત થઈ, જે એ બાદ આખું અઠવાડિયું ચાલી હતી.

આ કામગીરી દરમિયાન સરકારે કથિત ગેરકાયદેસર અને સરકારી જમીન પર દબાણ જાહેર કરાયેલાં રહેણાંક મકાન, દુકાન, ધાર્મિક બાંધકામો સહિત 525 જેટલી નાની-મોટી ઇમારતો તોડી પાડી 1.27 લાખ ચોરસ મીટર જમીન "દબાણમુક્ત" કરી હતી.

સરકારી અધિકારીઓ પ્રમાણે આ જમીનની બજાર કિંમત 73.25 કરોડ રૂપિયા છે.

તોડી પડાયેલ ઇમારતોમાં બેટ-દ્વારકાના બાલાપર, પાર અને ભીમસર વિસ્તારમાં આવેલ 300થી વધુ રહેણાંક મકાનોનો પણ સમાવેશ થતો હતો.

બેટ-દ્વારકા ઓખા નગરપાલિકાનો એક વિસ્તાર છે. ઓખા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ કોટકે વિસ્તારમાં તાજેતરની 'દબાણ હઠાવવાની કામગીરી' અંગે વાત કરતાં કહ્યું હતું કે 'ભવિષ્યમાં બેટ-દ્વારકાના વિકાસ માટે કૉરિડૉર આવશે.'
             શું છે દેવભૂમિ દ્વારકા કૉરિડૉર?
જે રીતે ભાજપે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સતત સાતમી વાર જીતી અને સત્તા જાળવી રાખી હતી અને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારના મંત્રીમંડળે તેની પહેલી જ મિટિંગ બાદ "દેવભૂમિ દ્વારકા કૉરિડૉર" વિકસાવવાની જાહેરાત કરી હતી.

દ્વારકાની ગણતરી હિંદુ ધર્મનાં મોટાં તીર્થસ્થળોમાં થાય છે અને દર વર્ષે લાખો લોકો શ્રીકૃષ્ણ અને અન્ય દેવતાનાં દર્શન કરવા દ્વારકા તેમજ આજુબાજુનાં વિવિધ મંદિરોની મુલાકાત લે છે.

સરકારી અધિકારીઓ અનુસાર યાત્રાળુઓ માટે સુવિધાઓ અને આકર્ષણો વધારવા દ્વારકા, બેટ-દ્વારકા અને નાગેશ્વર મંદિરોને સાંકળી લેતો એક કૉરિડૉર બનાવવાનું સરકારનું આયોજન છે.

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના એક અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "હાલ આ પ્રોજેક્ટ પ્રારંભિક તબક્કામાં છે અને તેનો કૉન્સેપ્ટ પૂરેપૂરો વિકસાવાયો નથી."

હિંદુ ધર્મમાં દ્વારકાનું પણ ઘણું મહત્ત્વ છે અને તેને 'મોક્ષનગરી' તરીકે ઓળખવામાં આવે છે.

હિંદુ ધર્મગ્રંથો અનુસાર 'કંસવધ' બાદ શ્રીકૃષ્ણ હાલના ઉત્તર પ્રદેશમાં આવેલ મથુરા છોડી દ્વારકા પહોંચી ગયા હતા અને દ્વારકા શહેર વસાવેલું.

એક એવી પણ માન્યતા છે કે શ્રીકૃષ્ણે બનાવેલી સોનાની દ્વારકાનગરી દરિયામાં ડૂબી ગઈ છે તો અન્ય માન્યતા અનુસાર બેટ-દ્વારકા ભગવાનમાં કૃષ્ણનું રહેઠાણ હતું અને દ્વારકા તેમની કચેરી હતી.

દ્વારકા શહેર નજીક નાગેશ્વર મંદિર પણ આવેલું છે. આ નાગેશ્વર પણ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે.
દેવભૂમિ દ્વારકામાં તાજેતરમાં ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરાઈ હતી. જેમાં સંખ્યાબંધ મિલકતોને 'દબાણ' ગણાવી તોડી પાડવામાં આવી હતી
અહીં એ નોંધીય છે કે 2022ના ડિસેમ્બર મહિનામાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાવ નિકટ હતી ત્યારે 2022ના ઑક્ટોબર મહિનામાં રાજ્ય સરકારે બેટ-દ્વારકામાં ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી પાજ અને અભયામાતા મંદિર વિસ્તારમાં કેટલાંય મકાનો અને અન્ય બાંધકામો 'ગેરકાયદેસર' જાહેર કરી તોડી પાડ્યાં હતાં અને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીપ્રચાર દરમિયાન તેનો વખતોવખત ઉલ્લેખ પણ કર્યો હતો.