કૉંગ્રેસને 310 અને અન્યોને 238 બેઠક મળી છે. અમુક જગ્યાએ હજુ મત ગણતરી ચાલુ છે. માંગરોળમાં આ વખતે ભાજપ અને કૉંગ્રેસમાં રોચક મુકાબલો જોવા મળ્યો છે. બંને પક્ષોને 15-15 બેઠક મળી છે. જ્યારે બસપાને 4 બેઠક મળી છે. ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ટાઇ થતાં બસપા કિંગમેકરની ભૂમિકામાં આવ્યું છે. બસપા જેને સમર્થન આપશે તે શાસન કરશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી ઓછુ મતદાન જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નોંધાયુ હતું. આ વખતે જૂનાગઢમાં માત્ર 40 ટકા જ મતદાન થયું હતું. જ્યારે ચોરવાડમાં સૌથી વધુ 76 ટકા મતદાન નોંધાયુ હતું. ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા, અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન થયુ હતું.