Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 23 February 2025

ગુજરાતમાં 35 સ્થળોએ ITનું મેગા સર્ચ, ભાવનગરના ઇતિહાસમાં બીલીંગ પછી સૌથી મોટી કરચોરી ઝડપાઇ

ગુજરાતમાં 35 સ્થળોએ ITનું મેગા સર્ચ, ભાવનગરના ઇતિહાસમાં બીલીંગ પછી સૌથી મોટી કરચોરી ઝડપાઇ
અમદાવાદ, ભાવનગર, નડિયાદમાં 35 સ્થળોએ ITનું સર્ચ, રણછોડદાસ ધોળકિયા ગ્રુપ સહિત અન્ય ઉદ્યોગપતિને ત્યાં સર્ચ, 170 કરોડના બેનામી વ્યવહાર ઝડપાયા, 9 કરોડની મત્તા જપ્ત

 ભાવનગરના ઇતિહાસમાં સૌથી મોટી કરચોરી ઝડપાઇ છે. વાસ્તવમાં અમદાવાદ, ભાવનગર, નડિયાદમાં 35 સ્થળોએ IT સર્ચ બાદ હવે મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ IT દ્વારા રણછોડદાસ ધોળકિયા ગ્રુપ સહિત અન્ય ઉદ્યોગપતિને ત્યાં સર્ચ કરાયું હતું. આ દરમિયાન 170 કરોડના બેનામી વ્યવહાર ઝડપાયા અને 9 કરોડની મત્તા જપ્ત કરાઇ છે. આ સાથે જયેશ ધોળકીયા, સુમેરૂ બિલ્ડર્સને ત્યાં IT દરોડા પડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 20 પ્રાઈવેટ લોકર પૈકી 11 લોકર ઓપરેટ કરાયા છે.

ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં આવેલ તમાકુ અને છીંકણીના ડીલરને ત્યાં 18 ફેબ્રુઆરીના રોજ આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. જેમાં રણછોડદાસ ધોળકિયા અને સુમેરુ ડેવલપર્સને ત્યાં આઇટી વિભાગે ધામા નાખ્યા છે. મળતી માહિતી મુજબ નડિયાદ, અમદાવાદ, ભાવનગરમાં 35 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રોકડમાં વ્યવહાર થતા હોવાના પુરાવા મળ્યા છે. આ બધાની વચ્ચે હવે આ કાર્યવાહીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.

ભાવનગરના ઇતિહાસમાં સૌથી મોટી કરચોરી 

તમાકુ અને છીંકણી તથા રીઅલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા રણછોડદાસ ઝીણાભાઈ ધોળકિયા ગ્રુપ તથા અન્યોને ત્યાં 18 ફેબ્રુઆરીના રોજ આવકવેરા વિભાગે અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં કુલ 35 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી બાદ હવે જે આંકડાઓ સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. સર્ચ દરમિયાન 170 કરોડના બેનામી વ્યવહારો પકડાયા છે અને 9 કરોડની રોકડ તથા જ્વેલરી મળી છે. આ સાથે 20 પ્રાઈવેટ લોકર પૈકી 9 લોકર હજુ સીલ કરાયેલા છે અને તે સિવાયના 11 ખાનગી લોકર ઓપરેટ કરવામાં આવ્યા છે.