ક્લાસ-1 અધિકારી અને નિવૃત ડીને ગેંગ બનાવીને લીધી 15 લાખ રૂપિયાની લાંચ અમદાવાદઃ ગુજરાતમાં જાણે કેટલાક અધિકારીઓને કોઇનો ડર જ નથી. માત્ર લાંચ લેવા જ તેઓ ટેબલ પર બેઠા હોય તેવું લાગી રહ્યું છે,
ગુજરાતમાં જાણે કેટલાક અધિકારીઓને કોઇનો ડર જ નથી. માત્ર લાંચ લેવા જ તેઓ ટેબલ પર બેઠા હોય તેવું લાગી રહ્યું છે, હવે એસીબીએ 30 લાખ રૂપિયાની લાંચ માંગનારા અધિકારીને સબક શિખવી દીધો છે. દીનેશ પરમાર, અધિક સચિવ (તપાસ), વર્ગ-1
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ અને ગીરીશ જેઠાલાલ પરમાર (પ્રજાજન) નિવૃત્ત ડીન, સરકારી ડેન્ટલ કોલેજ, અસારવા, અમદાવાદને લાંચ કેસમાં ઝડપી લીધા છે.
બનાવનુ સ્થળ: આરોપી ગીરીશ પરમારનું ઘર, બ.નં.8 ,અર્હમ સોસાયટી, શાહીબાગ, અમદાવાદ
ફરીયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ) તરીકે ફરજ નિભાવતા હતા.દરમિયાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગનાં સ્ટાફ સામે બોગસ મેડીકલ પ્રેક્ટીસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતાં ફરીયાદી સામે ખંડણી માંગણીની ફરીયાદ થઇ હતી.જેથી આરોગ્ય કમિશનર દ્વારા ફરીયાદી તથા તેઓના સાથી ડોકટરને ફરજ મૌકુફી પર ઉતારી દેવાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા બંન્ને ડોકટરો સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ અધીકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-2024 માં પુર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-2025 માં જમા કરાવેલ હતો.