Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Wednesday, 9 April 2025

સાઉદી અરેબિયાએ વિશ્વભરનું વધાર્યું ટેન્શન, ક્રૂડ ઓઇલના ભાવ એક ઝાટકે ઘટાડવા વૈશ્વિક મંદીના એંધાણ

સાઉદી અરેબિયાએ વિશ્વભરનું વધાર્યું ટેન્શન, ક્રૂડ ઓઇલના ભાવ એક ઝાટકે ઘટાડવા વૈશ્વિક મંદીના એંધાણ
એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે ભયાનક ટ્રેડ વૉર ચાલી રહ્યો છે. બંને દેશો એકબીજા પર મસમોટો ટેરિફ બોંબ ઝીકી ખળભળાટ મચાવી રહ્યા છે, તો બીજીતરફ સાઉદી અરેબિયાએ મોટી જાહેરાત કરીને વિશ્વભરનું ટેન્શન વધારી દીધું છે. વાસ્તવમાં સાઉદી અરેબિયાએ આજે ક્રૂડ તેલની કિંમતમાં એક ઝાટકે ઘટાડો કરતાં તેની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. આ નિર્ણયના કારણે બ્રેન્ટ ક્રૂડની કિંમતો ચાર વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે વૈશ્વિક મંદીનો ખતરો વધી ગયો છે.

બ્રેન્ટ ક્રૂડ કિંમતોમાં 3.5 ટકાનો ઘટાડો

મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ઉગ્ર ટેરિફ વૉરથી વૈશ્વિક માંગને ગંભીર અસર થઈ રહી છે. બીજી તરફ સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાની અને કિંમતો ઘટાડવાની જાહેરાત કરતાં માર્કેટમાં વધુ ઉથલપાથલ થવાની સંભાવનાઓ વધી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતોની વાત કરીએ તો આજે તેમાં 3.5 ટકાનો ઘટાડો થયો છે અને તે વર્તમાન ભાવ 60.60 ડૉલર પર પહોંચી ગયો છે. જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ 57.28 ડૉલર પર પહોંચી ગયો છે.

રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, મે મહિનામાં ઓપેક અને રશિયા સહિત સાથી દેશોએ પ્રતિ દિવસ 4.11 લાખ બેરલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો હતો અને તેના કારણે કિંમતો ઘટી હોવાની સંભાવના છે. આનાથી બજારમાં વધારાના પુરવઠા(સરપ્લસ)નો ભય વધી ગયો છે.