ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ જૂથ વચ્ચેના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બંને પક્ષો સામે રાષ્ટ્રધ્વજના અપમાન બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ જૂથ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ હવે સામસામે પોલીસ ફરિયાદનો દોર શરૂ થયો છે. બંને પક્ષો વિરુદ્ધ પોલીસે વધુ એક ફરિયાદ નોંધી છે. અલ્પેશ કથીરિયાના સમર્થકની કારમાં લગાવેલ રાષ્ટ્રીય ધ્વજ તોડનાર અને લગાવનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ભારતનો રાષ્ટ્રધ્વજ લગાડવાનો કોઇ વિશેષાધિકાર નહી લેવા છતા પોતાની કાર પર રાષ્ટ્ર ધ્વજ લગાવ્યો હતો. જ્યારે રાષ્ટ્ર ધ્વજ તોડનાર ગણેશ ગોંડલ સમર્થક સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
એક પછી એક ફરિયાદ થવા લાગી
અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ વચ્ચેના વિવાદમાં એક પછી એક ફરિયાદ થવા લાગી છે. અલ્પેશ કથીરિયાના સમર્થકની કારમાં લગાવેલ રાષ્ટ્રય ધ્વજ તોડનાર અને લગાવનાર વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રધ્વજ ખેંચી કાઢી તોડી નીચે ફેંકી દીધો
ગોંડલ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ ચૌહાણ ફરીયાદી બન્યા છે. ગુન્ડો પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટ્ર નેશનલ ઓનર એકટ 1971 ની કલમ-2 મુજબ ગુન્હો નોંધાયો છે. મહિન્દ્ર કંપનીની રજી.નં-GJ-05-RU-1200 વાળી થાર કારમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લગાવેલ હોય જે હિતેશ રમેશભાઈ રાઠોડ નામના ઇસમે ખેંચી કાઢી તોડી નીચે ફેંકી દીધો હતો.
ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન થતા ગુનો દાખલ
વધુમાં, થાર ચાલકે ભારતનો રાષ્ટ્રધ્વજ લગાડવાનો કોઇ વિશેષાધિકાર નહી લેવા છતા પોતાની થાર ફોર વ્હીલ ગડી રજીસ્ટર નંબર-GJ-05-RU-1200 વાળીમા ભારતનો રાષ્ટ્રધ્વજ લગાડયો હતો. બન્ને ઇસમોએ ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા ગુનો દાખલ થયો છે. હિતેશ રમેશભાઈ રાઠોડ, મહિન્દ્રા કંપનીની થાર GJ05RU 1200 નંબરના થાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ગોંડલમાં થયેલા ઘર્ષણ મુદ્દે આગામી દિવસોમાં વધુ કેટલીક પોલીસ ફરિયાદ નોંધાય તેવી સંભાવના છે.