Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Tuesday, 27 May 2025

ભાજપ નેતા ધાકડની હાઈવે પર 'કામલીલા' 'અજવાળા'માં કેવી રીતે આવી? મધરાતે 3 જણાએ ખેલ્યો ખેલ!

ભાજપ નેતા ધાકડની હાઈવે પર 'કામલીલા' 'અજવાળા'માં કેવી રીતે આવી? મધરાતે 3 જણાએ ખેલ્યો ખેલ!
હાઈવે પર મહિલા સાથે સંબંધ બાંધીને ચર્ચામાં આવેલા ભાજપ નેતા મનોહર લાલ ધાકડને જામીન મળ્યાં છે તેમણે પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે.

ભાજપ નેતા મનોહર ધાકડે મધરાતે હાઈવે પર ખુલ્લેઆમ છોકરી સાથે સેક્સ માણ્યું હતું ત્યાર બાદ ન્યુડ ડાન્સ પણ કર્યો હતો. ધાકડનું રાતનું કૃત્ય બહાર કેવી રીતે આવ્યું? તેને લઈને હવે મોટો ખુલાસો સામે આવ્યો છે. મનોહર ધાકડે પોલીસ પૂછપરછમાં કહ્યું કે હાઈવે કર્મચારીઓએ આ વીડિયો વાયરલ કર્યાં હતા. તેમણે પહેલાં મારી પાસે 1 લાખ માગ્યા હતા. મારી પાસે 20,૦૦૦ રૂપિયા રોકડા હતા, મેં તેમને આપી દીધા. લગભગ અડધો ડઝન લોકો હતા. જ્યારે મામલો 80 હજાર પર અટક્યો, ત્યારે તેમાંથી એકે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વાયરલ કરી દીધો.
નેશનલ હાઇવે ઓથોરિટી 3 કર્મચારીઓને બરખાસ્ત કર્યાં

આ ઘટના બાદ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તાત્કાલિક કાર્યવાહી કરી. NHAI ના એક અધિકારીએ જણાવ્યું હતું કે MKC ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના ત્રણ કર્મચારીઓને વીડિયો વાયરલ કરવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

છોકરી સાથે સેક્સ બાદ રોડ પર ન્યુડ ડાન્સ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભાજપ નેતા મનોહર લાલ ધાકડ તેની કહેવાતી ગર્લફ્રેન્ડ સાથે સંબંધ જ નહોતો બનાવ્યો, ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધવાની સાથે સાથે ધાકડે તેની સાથે ન્યૂડ થઈને વોક અને ડાન્સ કર્યો હતો. બન્નેની બેશરમી ત્યાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.
કોણ છે ધાકડ સાથે સંબંધ બાંધનારી છોકરી

ધાકડ સાથે ફિઝિકલ રિલેશન બાંધનારી છોકરીની ઓળખ થઈ છે. પોલીસે કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ દાવો કર્યો છે કે વીડિયોમાં દેખાતી મહિલા મંદસૌર જિલ્લાની એક સરકારી શાળામાં શિક્ષિકા છે અને તેણીની બદલી અંગે મનોહરલાલ ધાકડના સંપર્કમાં આવી હતી. કોંગ્રેસ નેતાનો દાવો છે કે તે અધિકૃત માહિતી હતી કે સંબંધિત મહિલા સરકારી શાળામાં શિક્ષિકા છે અને આરોપી નેતાજીની પત્ની જિલ્લા પંચાયતની સભ્ય છે. સરકારી શાળાઓ પણ જિલ્લા પંચાયત હેઠળ આવે છે, તેથી નેતાજીએ સંબંધિત શિક્ષિકાને તેમની નોકરી અંગે બદલી અથવા રાજકીય પ્રલોભનનો ડર આપ્યો હશે. તેથી, આ મામલો બળાત્કાર જેટલો હોઈ શકે છે, તેથી પોલીસ તપાસ નિષ્પક્ષ હોવી જોઈએ. રતલામ રેન્જના ડીઆઈજી મનોજ કુમાર સિંહના નિર્દેશ પર, મંદસૌરની ભાનપુરા પોલીસે મનોહરલાલ અને તેની મહિલા સાથી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
શું હતું વાયરલ વીડિયોમાં

એમપીના મંદસોરમાં 13 મેની રાતે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભાજપ નેતા મનોહર લાલ ધાકડ અને એક છોકરીએ ખુલ્લેઆમ સેક્સ માણ્યું હતું. ત્યાર બાદ બન્નેએ ન્યૂડ ડાન્સ અને વોકિંગ કર્યું હતું જે પછી બન્ને કારમાં રવાના થઈ ગયા પરંતુ તેમનું આ અશ્લિલ કૃત્ય કેમેરામાં ઝડપાઈ ગયું અને વીડિયો વાયરલ થતાં હોબાળો મચ્યો હતો.