સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા દ્વારા 17 વર્ષીય કિશોરનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બન્યાના ચકચારી કિસ્સા વચ્ચે લિંબાયતની 19 વર્ષીય યુવતીની લસ્ટ સ્ટોરી સામે આવતા ચર્ચાનું કેન્દ્ર બની છે. આ યુવતી 17 વર્ષીય કિશોરનું અપહરણ કરી ગઇ હતી. મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લામાં બે મહિના સુધી એક ઝૂંપડામાં રાખી તેનું યૌનશોષણ કર્યાનું બહાર આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ભાગતા પહેલા અને ભાગ્ય બાદ પણ અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોવાની સગીરની કબૂલાત આધારે યુવતી વિરુદ્ધ પોક્સોની અલગ-અલગ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.
બે દિવસ પહેલા સુરત પરત આવતા યુવતી ઝડપાઈ અત્રે ઉલ્લેખનીય છે કે, 17 વર્ષના કિશોરને અગાઉ તેની જ સોસાયટીમાં રહેતી 19 વર્ષની યુવતીએ પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને બે મહિના અગાઉ તેને લગ્નની લાલચ આપી હું કંઈ કરી લઈશ એવી ધમકી આપી ભગાવી ગઈ હતી. લિંબાયત પોલીસે કિશોરના મિસીંગની તપાસ દરમિયાન મળેલી હકીકતના આધારે આ બનાવમાં યુવતી વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી બંનેને તેઓ બે દિવસ પહેલા સુરત પરત આવતા ઝડપી પાડી યુવતીની ધરપકડ કરી હતી.
દીકરો ઘરે ન મળતા બીજા દિવસે માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી ભાડાના મકાનમાં રહેતા 46 વર્ષીય રત્નકલાકારના બે બાળકો પૈકી 17 વર્ષીય મોટો પુત્ર પણ રત્નકલાકાર તરીકે કતારગામ વિસ્તારમાં નોકરી કરે છે. ગત 27 માર્ચના બપોરે દીકરો ઘરે કોઈને પણ કહ્યા વિના તેનો મોબાઈલ ફોન ઘરે મૂકીને ક્યાંક ચાલ્યો ગયો હતો. આ અંગે જાણ થતા તેના પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી પણ તેની ભાળ નહીં મળતા તેના પિતાએ બીજા દિવસે લિંબાયત પોલીસ મથકમાં ગુમ થયાની જાણ કરી હતી.
સગીરાના પિતાની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન, પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સગીર અને તેનો પરિવાર અગાઉ જયાં રહેતો હતો તે લિંબાયત શિવકૃપા સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતી પણ તેના ઘરેથી તે સમયે જ ગાયબ છે. જેથી, પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી અને બે દિવસ અગાઉ તેઓ સુરત પરત ફરતા બંનેને ઝડપી પાડ્યા હતા.
છ મહિનાથી બંને એકબીજાના ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હતા પોલીસે પૂછપરછ કરતા સગીરે જણાવ્યું હતું કે, તે યુવતીને નાનપણથી ઓળખે છે પણ છેલ્લા છ મહિનાથી બંને એકબીજાના ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હતા અને તેમાં મેસેજ અને ફોન દ્વારા એકબીજા સાથે વાતચીત કરતા હતા. ત્રણેક મહિના પહેલા સગીર તેના ઘરે એકલો હતો ત્યારે યુવતી મળવા આવી હતી. યુવતીએ તેને અડપલાં કરી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ બે મહિના અગાઉ ગૌરી શિવાંશને લગ્નની લાલચ આપી હતી.
યુવતીએ સગીરને 'હું કંઈ કરી લઈશ' એવી ધમકી આપી ભગાવી ગઈ હતી. તેઓ પહેલા ઉજ્જૈન ગયા હતા અને ત્યાં ત્રણેક દિવસ રોકાઈને તેઓ જલગાંવના ભડગાંવ ખાતે પતિ-પત્નીની જેમ રહેતા હતા. ત્યાં બંને વચ્ચે અવારનવાર શરીર સંબંધ બંધાયો હતો. લિંબાયત પોલીસે શિવાંશની કબૂલાતના આધારે આ બનાવમાં વિવિધ કલમનો ઉમેરો કરી યુવતીની ધરપકડ કરી હતી.