સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે હાથબ બીચ ,કોળીયાક બીચ અને ખડસલિયાના દરિયાઈ તટની સફાઈ વર્ષમાં બે વાર કરવામાં આવે છે. આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓ હાથબ બીચ પર પહોંચી ગયા હતા અને ત્યાં જઈ અને તેમણે આખા દરિયાઈ તટની સફાઈ કરી હતી દરિયામાં આવતા પ્રવાસીઓ પ્લાસ્ટિક બોટલો જ્યાં ત્યાં ફેંકી દે છે અને પ્રકૃતિને નુકસાન પહોંચે છે ત્યારે આ વિદ્યાર્થીઓમાં આ જાગૃતિ આવે અને તેઓ આ રીતે પ્રાકૃતિક સ્થળે ફરવા જાય ત્યારે આવે પ્લાસ્ટિકની બોટલોને ગમે ત્યાં ન ફેકે એવી જાગૃતિ પણ વિદ્યાર્થીઓમાં આવે અને વિદ્યાર્થીઓ પણ આ બાબતથી જાગૃત થાય એ માટેની સમજ આચાર્ય શ્રી વંદનાબેન ગોસ્વામી એ આપી હતી સમગ્ર શાળા પરિવારના સ્ટાફના સભ્યો એ અને આચાર્ય એ પણ દરિયાઈ સફાઈ કરી હતી. આવા કાર્યો કરવાથી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે લગાવ જાગે છે.
શ્રાવણ માસના પ્રારંભે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયાના વિદ્યાર્થીઓ દ્વારા દરિયાઈ સફાઈ