Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 2 August 2025

1500 કરોડના SMS સ્ટોક ટીપ કૌભાંડમાં ભાવનગરમાં EDની મોટી કાર્યવાહી: હનીફ શેખ ઉર્ફે ખાટકીના નિવાસસ્થાને બે દિવસ સુધી તપાસ, વિદેશમાં નાણાં ટ્રાન્સફરની શંકા

1500 કરોડના SMS સ્ટોક ટીપ કૌભાંડમાં ભાવનગરમાં EDની મોટી કાર્યવાહી: હનીફ શેખ ઉર્ફે ખાટકીના નિવાસસ્થાને બે દિવસ સુધી તપાસ, વિદેશમાં નાણાં ટ્રાન્સફરની શંકા
ભાવનગરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 1500 કરોડ રૂપિયાના SMS સ્ટોક ટીપ કૌભાંડના મુખ્ય આરોપી હનીફ શેખ ઉર્ફે ખાટકીના નિવાસસ્થાને સતત બે દિવસ સુધી તપાસ હાથ ધરી હતી. આ કૌભાંડમાં શેખ પર બલ્ક SMS દ્વારા રોકાણકારોને ગેરમાર્ગે દોરીને શેરબજારમાં 'પમ્પ એન્ડ ડમ્પ' યોજના દ્વારા મોટી રકમની હેરફેર કરવાનો આરોપ છે. EDને શંકા છે કે આ ગેરકાયદેસર નાણાં વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોઈ શકે છે. SEBIએ વર્ષ 2019થી શેખની ગતિવિધિઓ પર નજર રાખી હતી, પરંતુ તે દેશ છોડીને દુબઈ ભાગી ગયો હોવાનું મનાય છે, જ્યાં તે વૈભવી જીવન જીવી રહ્યો છે.