હું, અપક્ષ ઉમેદવાર હર્ષભાઈ ગોકલાણી, સરદારનગર વોર્ડ તેમજ પીરછલ્લા વોર્ડ બંનેમાંથી એકસાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યો હતો. આજે મારા હૃદયના ઊંડાણથી આપ સૌનો આભાર વ્યક્ત કરવા માંગું છું.
સરદારનગર અને પીરછલ્લા વોર્ડના દરેક નાગરિકે જે પ્રચંડ વિશ્વાસ, અભૂતપૂર્વ ઉત્સાહ અને અસાધારણ સમર્થન આપ્યું છે, તે મારા માટે અમૂલ્ય છે. આપે મને માત્ર ઉમેદવાર તરીકે જ નહીં, પરંતુ પોતાના પરિવારના એક સભ્ય તરીકે સ્વીકાર્યો. આપના આ અપાર પ્રેમ અને વિશ્વાસ માટે હું આજીવન આભારી રહીશ.
આ ચૂંટણીના સમયગાળા દરમિયાન આપે જે જલસાભર્યું સમર્થન અને ઉમંગ દર્શાવ્યો છે, તે વાસ્તવમાં અસાધારણ છે. દરેક વિસ્તારમાં, દરેક ઘરે, દરેક રસ્તે આપે મને પ્રેમથી મળ્યા, મારી વાતો સાંભળી અને મને પોતાના આશીર્વાદ આપ્યા. આપના આ સહકાર અને સક્રિય ભાગીદારીએ મને ઘણી શક્તિ અને હિંમત આપી છે.
સરદારનગર વોર્ડના તમામ વૃદ્ધો, યુવાનો, મહિલાઓ અને બાળકો તેમજ પીરછલ્લા વોર્ડના દરેક પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપે જે અવિસ્મરણીય પ્રેમ અને વિશ્વાસ મૂક્યો છે, તે મારા હૃદયમાં કાયમ સંઘરાઈ રહેશે. આપના આશીર્વાદે જ મને આટલી મોટી જવાબદારી ઉપાડવાની તાકાત મળી છે.
મને ખુશી છે કે આપ સૌએ મારા પર વિશ્વાસ મૂકીને આ ચૂંટણીને યાદગાર બનાવી છે. આપના આ સમર્થનથી હું વધુ જવાબદારી અને પ્રતિબદ્ધતાથી વિસ્તારના વિકાસ માટે કામ કરવા તૈયાર છું. આપની દરેક સમસ્યા, આપની દરેક અપેક્ષા અને આપના સપનાઓને પૂરા કરવા માટે હું સતત પ્રયત્નશીલ રહીશ.
એક વાર ફરીથી સરદારનગર વોર્ડ અને પીરછલ્લા વોર્ડના તમામ પ્રિય નાગરિકોને હૃદયપૂર્વક આભાર માનું છું. આપનો પ્રેમ, આપનો વિશ્વાસ અને આપના આશીર્વાદ મારી સૌથી મોટી તાકાત છે.
આપ સૌને ઘણી ઘણી શુભેચ્છાઓ અને પ્રેમ સાથે...
જય હિંદ | જય ભારત | જય ગુજરાત
આપનો હંમેશા આભારી અને સેવક,
હર્ષભાઈ ગોકલાણી
(અપક્ષ ઉમેદવાર, સરદારનગર અને પીરછલ્લા વોર્ડ)
Sajjadali Nayani ✍
Friday World-April 28,2026