Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 1 November 2026

રાજકોટ સરાઝા હોટેલ દારૂ પાર્ટીમાં MLA કનેક્શન! પ્રકાશ વરમોરાના કૌટુંબિક ભાઈ મનીષ વરમોરા ઉર્ફે મનીષ પટેલનું નામ 38 આરોપીઓની લિસ્ટમાં

રાજકોટ સરાઝા હોટેલ દારૂ પાર્ટીમાં MLA કનેક્શન! પ્રકાશ વરમોરાના કૌટુંબિક ભાઈ મનીષ વરમોરા ઉર્ફે મનીષ પટેલનું નામ 38 આરોપીઓની લિસ્ટમાં
-Friday World Nov 1,2026 
રાજકોટ - દારૂબંધી વાળા ગુજરાતમાં રાજકોટની સરાઝા હોટેલમાં થયેલી હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટીનો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી નામાંકિત સરાઝા હોટેલમાં બર્થડે પાર્ટીના નામે ચાલતી દારૂની મહેફિલ પર LCB એ દરોડો પાડ્યો હતો. હવે આ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે - આ પાર્ટીમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાના કૌટુંબિક ભાઈ અને મોરબીના જાણીતા વરમોરા ગ્રુપના માલિક મનીષ વરમોરા ઉર્ફે મનીષ પટેલનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે નોંધેલી 38 આરોપીઓની ફરિયાદમાં તેમનું નામ પણ સામેલ છે.

શું છે #સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, આ પાર્ટી ચિરાગ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવી હતી. દિવાળીના દિવસોમાં લોકો હાજર ન રહી શકે તેથી અગાઉથી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં શહેરના નામાંકિત ડોક્ટર્સ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને તેમના પરિવારજનો સહિત અનેક લોકો હાજર હતા.

બાતમીના આધારે રાજકોટ LCB એ દરોડો પાડતાં અંદર વિદેશી દારૂની બોટલો, બિયર અને હુક્કા સાથે મહેફિલ ચાલતી મળી આવી હતી. પોલીસે 92થી વધુ લોકોના બ્લડ સેમ્પલ લીધા હતા અને 35 ગેસ્ટ અને 3 હોટલ સ્ટાફ સામે નામજોગ ગુનો નોંધ્યો હતો. સત્તાવાર આંકડા મુજબ 38 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

તપાસમાં સામે આવ્યું છે કે આ 38 લોકોની યાદીમાં મનીષ વરમોરા ઉર્ફે મનીષ પટેલનું નામ પણ છે.

#કોણ છે મનીષ વરમોરા ઉર્ફે મનીષ પટેલ?

મનીષ વરમોરા મોરબીના સૌથી મોટા સિરામિક જૂથોમાંથી એક વરમોરા ગ્રુપ (વરમોરા ગ્રેનિટો) સાથે સંકળાયેલા છે. તેઓ વરમોરા સિરામિક્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. આ ગ્રુપ ભારતમાં ટાઇલ્સ અને બાથવેરનું ટોચનું બ્રાન્ડ છે અને હાલમાં જ તેમની કંપનીનો IPO પણ આવ્યો હતો, જેમાં કંપનીનો નફો 498% વધ્યો હોવાનું સામે આવ્યું હતું.

બીજી તરફ, પ્રકાશ વરમોરા સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. તેઓ 2022ની ચૂંટણીમાં 1,02,844 મત મેળવીને જીત્યા હતા. તેઓ FIA (Federation of Industry Associations) ના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ મનીષ વરમોરાના કૌટુંબિક ભાઈ હોવાનું કહેવાય છે.

તેમના ભાઈનું નામ આ દારૂ પાર્ટીમાં સામે આવતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

#MLA પ્રકાશ વરમોરા પહેલાથી જ વિવાદોમાં

ઉલ્લેખનીય છે કે પ્રકાશ વરમોરા આ પહેલા પણ એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા. 7 મહિના પહેલા તેમણે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે "ગાંધીજી પણ ખરાબ સંગતના કારણે દારૂ પીવા લાગ્યા હતા." આ નિવેદન બાદ મોરબીમાં કોંગ્રેસે તેમના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

હવે ફરી એકવાર તેમના પરિવારનું નામ દારૂ પાર્ટીમાં સામે આવતાં વિપક્ષને વધુ એક મુદ્દો મળી ગયો છે.

#પોલીસ તપાસમાં શું સામે આવ્યું?

DCP ઝોન-2 રાકેશ દેસાઈના જણાવ્યા અનુસાર, પાર્ટીમાં હાજર તમામ લોકોની ભૂમિકા તપાસવામાં આવી રહી છે. FSL રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે કોણે દારૂ પીધો હતો.

પોલીસે સરાઝા હોટેલના સ્ટાફની પણ પૂછપરછ કરી છે, જેમણે દારૂ સપ્લાય કરવામાં મદદ કરી હતી. હોટલનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

રાજકોટમાં દારૂબંધી હોવા છતાં આટલી મોટી હાઈ-પ્રોફાઈલ પાર્ટી કેવી રીતે યોજાઈ? દારૂ ક્યાંથી આવ્યો? આ તમામ સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે.

રાજકીય કનેક્શન સામે આવ્યા બાદ આ કેસમાં પોલીસ પર કોઈ દબાણ આવશે કે કાયદા મુજબ કડક કાર્યવાહી થશે, તે જોવું રહ્યું.

Sajjadali Nayani ✍ 
Friday World Nov 1,2026 

1. #RajkotLiquorParty
2. #SarazaHotel
3. #PrakashVarmora
4. #ManishVarmora
5. #VarmoraGroup
6. #GujaratMLA
7. #RajkotLCB
8. #LiquorRaidGujarat
9. #MorbiConnection
10. #DryGujaratScandal