ચૂંટણીની સિઝન દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ લોકશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સરકાર આવશે તો દારૂબંધી હટાવવાનો વાયદો આપ્યો છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીઑ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ચૂંટણીના જામતા માહોલ વચ્ચે ગુજરાતની ચૂંટણી અગાઉ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ફરી એક્ટિવ થયા છે. જેમાં તેમણે સૌથી મોટા વાયદા સમાન જો તેમના પક્ષની જીત થાય તો સરકાર બન્યા બાદ માત્ર100 દિવસની અંદર ગુજરાતમાંથી દારૂબંધીનો કાયદો હટાવી દેવાનો વાયદો આપ્યો છે. જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય બન્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામના નવા પક્ષ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી છે. તેવામાં આજે શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં જીત મેળવી જો તેમની સરકાર બનશે તો ગુજરાતમાંથી 100 દિવસમાં દારુ બંધી હટાવી દેવમાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરતમાં અગાઉ શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે દારૂબાંધી હટાવવાના નિર્ણય કરાયો હતો પણ તે વેળાએ કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરી સહમત ન હોવાથી દારૂબંધી હટી ન હતી.
લઠ્ઠાકાંડ મુદ્દો બાદ દારૂબંધી મુદ્દે શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા હતા
મહત્વનું છે કે તાજેતરમાં ગુજરાત કથિત લઠ્ઠાકાંડનો મુદ્દો સળગ્યો હતો આ વેળાએ દારૂબંધી કેમ એ મુદ્દે શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા હતા. શંકરસિંહ વાઘેલા અનેકવાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાની વાત કરી ચૂક્યા છે, ત્યારે તેમણે કથિત લઠ્ઠાકાંડ મુદ્દે દારૂ બંધી પર સવાલ ઉઠાવ્યો હતો અને ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી રાખવાનો શું મતલબ. તેમ જણાવી ભ્રષ્ટ દારૂબંધી હટાવવાના પક્ષમાં નિવેદન આપ્યું હતું.