Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 10 November 2024

બુલડોઝર ન્યાય સ્વીકાર્ય નથી, નાગરિકોનો અવાજ આ રીતે...

બુલડોઝર ન્યાય સ્વીકાર્ય નથી, નાગરિકોનો અવાજ આ રીતે...
દેશના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે નિવૃત્તિ પહેલાં મહત્ત્વના આદેશો અને ચુકાદા આપતાં ગયા છે. તેઓએ બુલડોઝર એક્શનને પણ વખોડતાં કહ્યું કે, કાયદાના શાસન હેઠળ બુલડોઝરનો ન્યાય સ્વીકાર્ય નથી. જો તેની મંજૂરી આપવામાં આવે તો આર્ટિકલ 300 એ અંતર્ગત સંપત્તિના અધિકારની બંધારણીય માન્યતા ખતમ થઈ જશે. સુપ્રીમ કોર્ટે છ નવેમ્બરે આ મામલે ચુકાદો આપ્યો હતો. પરંતુ તેનું સંપૂર્ણ જજમેન્ટ શનિવારે અપલોડ કર્યું. ઉત્તર પ્રદેશમાં એક પત્રકારના ઘર પર 2019માં બુલડોઝર ફેરવવા બદલ આ નિર્દેશ અપાયો હતો.

નાગરિકનો અવાજ બુલડોઝરથી દબાવી શકાય નહીં’

CJI ડીવાય ચંદ્રચૂડે ચુકાદામાં કહ્યું હતું કે, બુલડોઝર મારફત ન્યાય કોઈપણ સભ્ય વ્યવસ્થા માટે યોગ્ય નથી. આ અત્યંત ગંભીર જોખમ છે કે, જો રાજ્યના કોઈપણ અધિકારી દ્વારા મનમાની અને ગેરકાયદેસર વ્યવહાર કરવાની મંજૂરી આપવામાં આવે તો જનતાની સંપત્તિઓ નષ્ટ થઈ જશે. નાગરિકોનો અવાજ તેમની સંપત્તિ અને ઘરોને નષ્ટ કરવાની ધમકીથી દબાવી શકાય નહીં. એક વ્યક્તિ પાસે તેની અંતિમ સુરક્ષા તેનું ઘર છે, જાહેર સંપત્તિ પર ગેરકાયદે કબજો અને અતિક્રમણ યોગ્ય નથી.