અગાઉ વડોદરાના સાવલી ખાતે પશુપાલક સંમલેનમાં ધારાસભ્ય કેતન ઈનામદારે પહેલાથી જ જીતનો દાવો ભરતા કહ્યું હતું કે જોઉં છું કોણ ઊભું રહે છે, ખાલી ફોર્મ ભરીને જતો રહીશ તો પણ જીતી જઈશ
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે..ત્યારે આજે તેમના વધુ એક નિવેદનના કારણે તેઓ ચર્ચામાં છે આજે તેમને પાર્ટીના નો-રિપિટ થિયરીના સવાલ પર પાર્ટીનો નિર્ણય માન્ય રાખવાની વાત કહી હતી.આ વાત એટલા માટે સામાન્ય નથી કેમ કે આજથી બરાબર એક મહિના પહેલા એટલે 25 જુલાઈના રોજ એક કાર્યક્રમ દરમિયાન તેમને ચૂંટણી લડવાને લઇને બેબાક નિવેદન આપ્યું હતુ તેમને કહ્યું હતુ કે હું માત્ર ફોર્મ ભરીને ઘરે જતો રહીશ તો પણ જીતી જઇશ.
સાવલી બેઠક 1 લાખ મતથી જીતીશું
વધુમાં ઇનામદારે કહ્યું હતું કે સાવલીમાં ચૂંટણી માત્ર ઔપચારિકતા જ છે. સાવલીમાં મારો કોઇ હરીફ નથી, કારણ કે કોંગ્રેસ કે AAP પાસે કોઇ સક્ષમ ઉમેદવાર નથી. સાવલી બેઠક 1 લાખ મતથી જીતીશું.
સાવલીની જનતાનો પારિવારિક સભ્ય છું, જનતા મતદારો નહીં પણ પરિવારના સભ્યો છે.
જોઉં છું કોણ ઊભું રહે છે, ખાલી ફોર્મ ભરીને જતો રહીશ તો પણ જીતી જઈશ'
મહત્વનું છે કે આ અગાઉ ગત જુલાઇ મહિનામાં કેતન ઈમાનદારે સાવલીમાં પશુપાલક સંમલેનમાં હુંકાર ભર્યો હતો. તેમણે આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલાથી જ જીતનો દાવો ભરતા કહ્યું હતું કે જોઉં છું કોણ ઊભું રહે છે, ખાલી ફોર્મ ભરીને જતો રહીશ તો પણ જીતી જઈશ. આ ચાર મહિના બાદ ધારાસભ્યની ચૂંટણી પતી જવા દો, કોઈ માઈનો લાલ ડેરી સામું પણ જઈને ઊભો રહે તો તો તમારો કેતન રાજકારણ મૂકી દેશે. ધાક ધમકીથી વાતાવરણ બગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. વાત છે વિધાનસભાની તો ફોર્મ ભરીને ઘેર જતો રહીશ તો પણ ચૂંટણી જીતી જઈશ. કારણ કે મને મારા વિસ્તારના મતદાતાઓ પર સંપૂર્ણ ભરોસો છે.
અચાનક જ શિસ્ત કેમ યાદ આવ્યું?
ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે એક મહિનાની અંદર એવો તો શું ઘટનાક્રમ થયો કે કેતન ઇનામદારના સૂર બદલાઇ ગયા છે...અને માત્ર ફોર્મ ભરીને જીતી જવાની વાત કરતા ઈનામદાર હવે પાર્ટી શિસ્તમાં રહેવાની વાત કરતા થઇ ગયા છે