એક દિવસ 1 લાખ 5 હજાર બોટલ વિશ્વ રેકોડૅ
સવૅ મુસ્લિમ સમાજ દવારા અવાર નવાર બ્લડ ડોનેશન કેમ્પ આયોજનો તો થતાં રહેજ છે પરંતુ
તા.27-08-2022 શનિવાર ના રોજ વિશ્વ માંથી એક દિવસ માં એક લાખ પાસ હજાર બોટલ રક્તદાન એકઠું કરી વિશ્વ રેકોડૅ સિધ્ધ કરવા હું ઈઝ હુસૈન ઓર્ગેનાઈઝ ઈન્ટરનેશનલ સંસ્થા દ્વારા ( એટલે કે હુસૈન અલય્હિસ્સલામ કોણ છે.) શિઆ મુસ્લીમ સમાજે સવૅ જ્ઞાતિ ઓનાં સહકાર સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજવા માં આવેલ છે .
ગુજરાત રાજ્ય ની શિઆ જમાતો દ્વારા ટોટલ 3500+ બોટલ અને વિશ્વ ના સમસ્ત સમાજ સાથે યોજવા માં આવેલ કેમ્પ દ્વારા 1,05,000 એક લાખ પાંચ હજાર બોટલ 27-08-2022 શનિવાર ના વિશ્વ માં એક દિવસે રક્તદાન રક્તદાતાઓએ કરી અને ડબલ રેકોર્ડ તોડવા માં સિંહ ફાળો આપી સિધ્ધી કરવા મા આવેલ છે.
આ કેમ્પ ઈસ્લામ ધર્મ ના મહાન પયગંબર હઝરત મોહંમદ સાહેબ ના દોહીત્ર ( પવિત્ર પુત્રી ના પુત્ર) હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ અને 72 સાથી ઓની ઈ.સ.580 ઈસ્લામી હીજરી સન 61 માં કરબલા(ઈરાક) ના રણ મેદાન માં ઈસ્લામ ધર્મ ના પ્રથમ માસ મોહરમ ની 10 તારીખે 6 મહિના ના માસુમ પુત્ર સમેત અસત્ય સામે સત્ય ની લડાઈ માં ઈસ્લામ અને ઈન્સાનિયત માનવતાના વિરોધી હુકુમત સામે લડી ઈન્સાનિયત માનવતા ને કાજે 72 જણા સામે લાખોના લશ્કરો ( ફૌજ ઉતારી ) શહીદ કરવા મા આવેલ છે. એ શહીદોને પાણી અને અનાજ પર પ્રતિબંધ મુકી તડપાવી શહીદ કરવા મા આવેલ છે. એમની યાદ માં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ ના આયોજન કરી.1,05,000 બોટલ સત્યના વેદીના વહાવામા આવેલ ખુન ના રૂણ માં ડોનેશન કરી સવૅ હીંદુ મુસ્લિમ સમાજ દ્વારા માનવ જાત માટે ખુબજ જરૂરી દાન એટલેકે રક્તદાન કરી સહભાગી બનેલ છે.
બ્લડ ડોનેશન કેમ્પ મા રક્તદાન કરનાર સવૅ રક્તદાતાઓનો મહુવા યાદે હુસૈન કમેટી શિઆ સમાજ વિશ્વના તમામ રક્તદાન કરનાર ને સલામ કરે છે અને આભાર માનીએ છીએ.