પાકિસ્તાનને ભારતની ગુપ્ત સૈન્ય જાણકારીઓ મોકલવાના આરોપમાં હરિયાણાના હિસારમાંથી એક મહિલા યૂટ્યૂબરની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યોતિ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે.
જ્યોતિ રાની પુત્રી હરિશ કુમાર વાસી મકાન નંબર 21/પી ન્યૂ અગ્રસેન એક્સટેન્શન EBS રોડ હિસાર, સાથે પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછ દરમ્યાન જ્યોતિ રાનીએ જણાવ્યું કે, “મારી ટ્રાવેલ વિથ-જો નામની યૂટ્યૂબ ચેનલ છે. હું પાસપોર્ટ ધારક છું. હું 2023માં પાકિસ્તાન જવા માટે વીઝા લેવાના સંબંધમાં પાકિસ્તાન હાઈ કમિશન દિલ્હી ગઈ હતી. જ્યાં મારી મુલાકાત અહસાન ઉર રહીમ ઉર્ફ દાનિશ સાથે થઈ હતી.
મેં અહસાન ઉર રહીમ ઉર્ફ દાનિશનો મોબાઈલ નંબર લીધો હતો. પછી હું અહસાન સાથે વાતો કરવા લાગી હતી. ત્યાર બાદ મેં બે વાર પાકિસ્તાનની યાત્રા કરી, જ્યાં હું અહસાન ઉર રહીમના કહેવા પર અહસાનના જાણકાર અલી અહવાન સાથે મળતી હતી. જ્યાં અલી અહવાને મારા રોકાવા અને ફરવાની વ્યવસ્થા કરી હતી.
પાકિસ્તાનમાં અલી અહવાને મારી પાકિસ્તાની સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સના અધિકારીઓ સાથે મુલાકાત કરાવી હતી. ત્યાં જ હું શાકિર અને રાણા શહબાઝ સાથે પણ મળી હતી. મેં શાકિરનો મોબાઈલ નંબર લીધો અને મારા મોબાઈલમાં શાકિરનો નંબર જટ રંધાવાના નામથી સેવ કર્યો, જેથી કોઈને શંકા ન જાય, પછી હું પાછી ભારત આવી ગઈ.
જ્યોતિ રાનીએ જણાવ્યું કે, “મેં વોટ્સએપ, સ્નેપ ચેટ અને ટેલિગ્રામ વગેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઉપરોક્ત તમામ સાથે સંપર્કમાં રહેતી અને દેશ વિરોધી સૂચનાઓ આપતી રહેતી. મેં દિલ્હીમાં પાક હાઈ કમિશનમાં અધિકારી અહસાન ઉર રહીમ ઉર્ફ દાનિશ ઉપરોક્ત સાથે ઘણી વાર મળતી રહેતી.” જ્યોતિ રાનીની પૂછપરછથી તે પાકિસ્તાન ગુપ્તચર એજન્સીના સંપર્કમાં પણ રહેતી હતી.