Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 12 February 2023

શાળામાં જગ્યા જ નથી, બાળકો એક વાલીના ઘરમાં ભણવા મજબૂર; આ રીતે ભણશે ગુજરાત?

શાળામાં જગ્યા જ નથી, બાળકો એક વાલીના ઘરમાં ભણવા મજબૂર; આ રીતે ભણશે ગુજરાત?
કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી ધનસુરા પ્રાથમિક શાળામાં બાળકો ને અભ્યાસ પૂરતા ઓરડા ન હોવાના કારણે મુશ્કેલી પડી રહી છે. ૬ થી ૮ ધોરણ બાળકો ને એક જ વર્ગ મા અપાય છે
આજના આધુનિક યુગમાં માનવી ટેકનોલોજી થકી ચંદ્ર અને મંગળ પર વસવાટ કરવાની કલ્પના કરી રહ્યો છે ત્યારે આજના આધુનિક યુગમાં વિકાસ થકી માનવી આગળ વધી રહ્યો છે. ત્યારે આજે પણ ગુજરાતમાં એવી શાળા ઓ આવેલી છે જ્યાં બાળકો ને બેસવા માટે પુરતી છત પણ નથી બાળકો શાળામાં આવે છે શિક્ષણ લેવા પણ ત્યાં પૂરતા વર્ગોના અભાવે ૬ થી ૮ ના વર્ગો ભેગા બેસવા મજબુર બન્યા છે ત્યારે સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યું છે જે માત્ર કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે.
ત્યારે વાત કરીએ મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી ધનસુરા પ્રાથમિક શાળા જેમાં નથી શાળાનો દરવાજો કે નથી દીવાલ તેમજ ૧ થો ૮ ની શાળામાં માત્ર ત્રણ ઓરડા છે જેમાં ૧૫૦ બાળકો અભ્યાસ કરી રહ્યા છે પુરતો સ્ટાફ તો શાળા મા છે પણ ઓરડા ના અભાવે શીક્ષકો સહિત બાળકો ને પડી રહી છે તકલીફ સરકારી શાળાના આચાર્ય દ્વારા અવાર નવાર રજૂઆત કરવા છતા પણ નથી કોઈ સંભાળતું તેમની વાત જો કોઈ મંત્રીનો કાર્યક્રમ હોય તો તાત્કાલિક ધોરણે બને છે એસી બુમો તો દેશનું જે ભવિષ્ય છે તેમના માટે સરકાર પાસે પૂરતા ઓરડા ન હોવાના કારણે બાળકો ને પડી રહી છે શિક્ષણમાં મુશ્કેલી ચોમાસું ઉનાળુ બાળકો બહાર બેસી શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છે.
ત્યારે તેમના માટે નથી બનતા પાકા ઓરડા શું આ છે ગુજરાતનું શિક્ષણ મોડલ તો આવી તો કેટલીય શાળા હશે જે ગુજરાતમાં આજ રીતે ચાલતી હશે શું આ બાળકો માટે બનશે નવા ઓરડા કે પછી આજ રીતે ચાલતું રહશે શિક્ષણ કાર્ય ત્યારે શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં જ બાળકો નુ શિક્ષણ કાર્ય કથળી રહ્યુ છે ત્યારે કયારે મળશે બાળકો ને નવી છત અને કયારે તેમને મળશે નવા ઓરડા તે એક મોટો પ્રશ્ન છે.