Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 22 June 2025

કાકીએ ભત્રીજા સાથે મંદિરમાં કર્યા લગ્ન, પૂર્વ પતિએ કહ્યું 'પત્ની ખુશ છે તો રોકીશ નહીં'

કાકીએ ભત્રીજા સાથે મંદિરમાં કર્યા લગ્ન, પૂર્વ પતિએ કહ્યું 'પત્ની ખુશ છે તો રોકીશ નહીં'
પ્રેમ ભલભલાને પાગલ બનાવી દે છે. શુક્રવારે (20 જૂન) મોડી સાંજે બિહારના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના શિખરિયા ગામમાં આવી જ એક આશ્ચર્યજનક ઘટના બની. આ ગામના વિશાલ દુબેની પત્ની આયુષી કુમારીએ ગામના ભત્રીજા સાથે જ લગ્ન કરી લીધા એ પણ તેના પહેલાં પતિની હાજરીમાં. 

કાકીએ ભત્રીજા સાથે કર્યા લગ્ન

મળતી માહિતી મુજબ, આયુષીના લગ્ન વર્ષ 2021માં વિશાલ દુબે સાથે થયા હતા અને ત્યારબાદ તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો. જોકે, છેલ્લાં બે વર્ષથી તે પોતાના ભત્રીજા સચિન સાથે પ્રેમ સંબંધમાં હતી. બંને નિયમિત રીતે એકબીજાને મળતા અને મોબાઈલ પર પણ વાત કરતા હતા. પરંતુ બંનેમાંથી કોઈના પરિવારના સભ્યોને આ વિશે કોઈ ખ્યાલ નહોતો.

એકબાજુ છૂટાછેડાની અરજી, બીજીબાજું લગ્ન

આ પ્રેમનો ખુલાસો ત્યારે થયો, જ્યારે સચિન આયુષી સાથે રવિવારે ભાગી ગયો. ત્યારબાદ આયુષીના પતિ વિશાલે સદર પોલીસ સ્ટેશનમાં પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. ત્યારબાદ, આયુષીએ કોર્ટમાં તેના પતિ વિશાલથી છૂટાછેડા માટે અરજી કરી. બાદમાં આયુષીએ શુક્રવારે મોડી સાંજે વિશાલ અને સચિનના પરિવારના સભ્યોની હાજરીમાં ગામના મંદિરમાં પરસ્પર સંમતિથી સચિન સાથે લગ્ન કર્યા.