Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 22 June 2023

ગુજરાતના ધારાસભ્ય યુવતી સાથે હોટલમાં રંગરેલિયા મનાવતા રંગેહાથે પકડાયા, પતિની એન્ટ્રી થતા MLAએ ભાગવું પડ્યું….

ગુજરાતના ધારાસભ્ય યુવતી સાથે હોટલમાં રંગરેલિયા મનાવતા રંગેહાથે પકડાયા, પતિની એન્ટ્રી થતા MLAએ ભાગવું પડ્યું….
ગુજરાતમાં ધારાસભ્યો કોઇ યુવતી સાથે એકાંતમાં પકડાય તો નવાઇ પામવા જેવું નથી, સમયઅંતરાલે આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. આ વખતે પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જાણીતી રાજકિય  પાર્ટીના  ધારાસભ્ય યુવતી સાથે એકાંત માણી રહયા હતા ત્યારે તેઓ એક હોટલમાં  રંગેહાથે પકડાઇ ગયા હતા, જેના લીધે ખળભળાટ મચી જવા પામ્યો છે, રાજકિય ગલિયારોમાં ધારાસભ્યની રાસલીલાની ચર્ચાઓ હાલ ચાલી રહી છે. નોંધનીય બાબતએ છે કે આ નેતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી છે.

 ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી એક હોટલના રૂમમાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા.જે યુવતી સાથે તેઓ આવ્યા હતા તેના પતિએ રંગમાં ભંગ પાડ્યો.પતિએ ધારાસભ્ય અને પત્નીને પકડી પાડ્યા હતા, આ ઘટના ઘટતા ધારાસભ્ય મોઢા પર રૂમાલ નાંખીને ભાગ્યા હતા પરતું તેઓ કેમેરામાં કેદ થઇ ગયા હતા. તેમના પ્રેમનો ભાંડો ફુટી ગયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં AAPના ધારાસભ્યનો વિડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. થયો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાત જાણે એમ છે કે, સુરતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક હોટલમાં યુવતી સાથે દેખાયા છે. આ તરફ આ સમગ્ર ઘટના અંગેના CCTV સામે આવતા ખળભળાટ મચી ગયો છે. રંગેહાથે ઝડપતાં ગુજરાતના ધારાસભ્ય મોઢે રૂમાલ ઢાંકીને ત્યાંથી ભાગ્યા હતા પણ ઘણું મોડું થઇ ગયું હતું વીડિયો વાયરલ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.