Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 28 February 2025

શેરમાર્કેટનો કચ્ચરઘાણ: 92 લાખ કરોડ રૂપિયા ડૂબ્યાં, 30 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો

શેરમાર્કેટનો કચ્ચરઘાણ: 92 લાખ કરોડ રૂપિયા ડૂબ્યાં, 30 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો
ભારતીય શેર બજારોમાં છેલ્લા પાંચ મહિનાથી રોકાણકારોના પૈસાનું ધોવાણ થઈ રહ્યું છે, જે બાદ આજે 30 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો છે. ઓકટોબર 2024થી નિફ્ટીમાં અત્યાર સુધીમાં 12.65 ટકાનો કડાકો થયો છે. છેલ્લે વર્ષ 1996માં સતત પાંચ મહિના સુધી નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો હતો. પાંચ મહિનામાં સેન્સેક્સમાં પણ 11.54 ટકાનો કડાકો થયો છે. BSE મિડકેપમાં 20થી વધુ જ્યારે BSE સ્મોલકેપમાં 22.78 ટકાનું નુકસાન થયું છે. 

માર્કેટ કેપમાં 90 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

પાંચ મહિનાથી રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. સેન્સેક્સમાં કંપનીઓનું પૂંજીકરણ 26 સપ્ટેમ્બર, 2024થી અત્યાર સુધીમાં 25 લાખ કરોડ રૂપિયા ધોવાયા છે. પાંચ મહિનાના સમયગાળામાં BSEમાં લિસ્ટેડ તમામ ફર્મની કુલ માર્કેટ વેલ્યુએશનમાં 90થી 92 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. 30 સપ્ટેમ્બર 2024ના રોજ BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 474 લાખ કરોડ રૂપિયા હતી જે 28 ફેબ્રુઆરી, 2025ના રોજ ઘટીને 384 લાખ કરોડ રૂપિયા રહી ગઈ છે. આમ રોકાણકારોએ 90 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.