IIM અમદાવાદની ગ્રેજ્યુએટ પ્રત્યુષા ચલ્લાએ પોતાના પરિવાર સાથે પોતાની પૂર્વ ભાભી દ્વારા કથિતરીતે બળજબરીપૂર્વક વસૂલીનો દર્દનાક અનુભવ શેર કર્યો છે. જેનો એક વીડિયો પણ વાયરલ થયો છે.
અતુલ સુભાષની આત્મહત્યાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. પત્ની અને સાસરિયાના ત્રાસથી અતુલે જતાં જતાં એક વીડિયો શૂટ કર્યો, જેમાં તેણે સિસ્ટમની કમીઓના ધજાગરા ઉડાવી દીધા હતા કે કદાચ અતુલના મોતથી કંઈક બદલાશે. પણ હજુ મહિનાનો પણ સમય નથી થયો, બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવાય છે કે કેવી રીતે એક મહિલા જે ફક્ત 10 દિવસ સાસરિયામાં રહી, ત્યાર બાદ આખા પરિવારને બરબાદ કરવામાં લાગી ગઈ.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલ એક રિપોર્ટ અનુસાર, IIM અમદાવાદની ગ્રેજ્યુએટ પ્રત્યુષા ચલ્લાએ પોતાના પરિવાર સાથે પોતાની પૂર્વ ભાભી દ્વારા કથિતરીતે બળજબરીપૂર્વક વસૂલીનો દર્દનાક અનુભવ શેર કર્યો છે. જેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેને ‘‘X’’ પર 2.8 મિલિયનથી વધારે જોવાયો છે. આ ખુલાસો બેંગલુરુના ટેકનિક નિષ્ણાત અતુલ સુભાષની આત્મહત્યા બાદ આક્રોશની વચ્ચે આવ્યો છે. જેણે પુરુષો વિરુદ્ધ ઘરેલુ હિંસા વિશે ચર્ચાઓને ફરીથી હવા આપી દીધી છે.
વીડિયોમાં ચલ્લાએ જણાવ્યું કે, કેવી રીતે તેના ભાઈ, જે હૈદરાબાદમાં એક એન્જિનિયરિંગ કોલેજમાં સહાયક પ્રોફેસર છે, તેણે 2019માં રાજમુંદરીની એક મહિલા સાથે લગ્ન કર્યા, જો કે આ લગ્ન ફક્ત 10 દિવસ ચાલ્યા. ચલ્લાએ વીડિયોમાં આરોપ લગાવ્યો કે, ‘‘તેણે મારા માતા-પિતા સાથે દુર્વ્યવહાર કર્યો. અભદ્ર ભાષા બોલી અને મારા ભાઈને તેના બેડરૂમમાં પણ જવા ન દેતી. તે હંમેશા આત્મહત્યા કરવાની ધમકી આપતી, આ સ્પષ્ટપણે મારી ભાભી, તેની બહેન અને તેના ભાઈ અને તેના પ્રેમી દ્વારા બળજબરી વસૂલીનો પ્લાન હતો. તેની બહેને પણ પોતાના સાસરિયાવાળા સાથે મળીને આ રીતે બળજબરી વસૂલીનો પ્લાન બનાવ્યો હતો.’’
498નો કેસ નોંધાવ્યો, આખો પરિવાર હેરાન થઈ ગયો
‘‘અમારા ઘરમાંથી ગયાના 10 દિવસ બાદ, તેણે અમારા વિરુદ્ધ 498નો કેસ (ભારતીય દંડ સંહિતા-આઈપીસી)ની કલમ 498 એ જે એક વિવાહિત મહિલા વિરુદ્ધ તેના પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતાથી સંબંધિત છે.’’ તે લખાવી હતી. ફરિયાદમાં અમારી જાણકારી અથવા કોઈ તપાસ વિના નોંધાઈ હતી. ચલ્લાએ ખુલાસો કર્યો કે, પાંચ વર્ષ બાદ પણ કેસ શરૂ થયો નહીં. જેનાથી તેનો પરિવાર લાંબો સમય સુધી સંકટમાં રહ્યો. આ ઘટનાને 5 વર્ષ થઈ ચૂક્યા છે અને આ મામલે સુનાવણી હજુ પણ શરૂ થઈ નથી.
આ દર્દનાક તો છે, મારા માતા-પિતાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું છે. આ વાત પણ તેણે શેર કરી છે. ચલ્લાએ એવું પણ જણાવ્યું કે, આ ઘટનાના કારણે તેનું કરિયર પણ પ્રભાવિત થઈ ગયું. પોતાની શાનદાર શૈક્ષણિક કરિયર, IIM અમદાવાદ અને IIT ગાંધીનગરની પૂર્વ વિદ્યાર્થિની અને ગોલ્ડમૈન સેક્સમાં ઉપાધ્યક્ષ તરીકે પાછલી ભૂમિકા હોવા છતાં તેને નોકરી માટે સંઘર્ષની વાત પણ કરી છે. તેણે કહ્યું કે, મારા દોષરહિત શૈક્ષણિક રેકોર્ડ છતાં, હું નોકરી મેળવવા માટે અસમર્થ છું. તેણે પેન્ડીંગ ગુનાહિત કેસને એક અડચણ તરીકે રેખાંકિત કરતા કહ્યું. વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા મજબૂર કરી દીધા. જેમાં કેટલાય નેટિઝન્સે અરેન્જ મેપેજ સિસ્ટમની ખામીઓની ટીકા કરી અને આ પ્રકારના બીજા કિસ્સા પણ શેર કર્યા હતા.