Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 2 January 2025

ગુજરાતીઓની કમર તૂટી! વર્ષ 2025 ની ભેટ ગુજરાત ગેસે વધાર્યો CNG નો ભાવ,

ગુજરાતીઓની કમર તૂટી! વર્ષ 2025 ની ભેટ ગુજરાત ગેસે વધાર્યો CNG નો ભાવ,
ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સીએનજી ગેસના ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહન ચાલકોને માથે દરરોજ લાખો-કરોડો રૂપિયાનું ભારણ વધશે. જે વિકાસ માટે ખુબ જરૂરી 

ગુજરાત ગેસ કંપની દ્વારા વર્ષમાં અનેક વખત સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જી હા.. કુલ દોઢ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. સીએનજી ગેસના ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહન ચાલકોને માથે દરરોજ લાખો-કરોડો રૂપિયાનું ભારણ વધશે.

જાન્યુઆરી મહિનાની પહેલી તારીખ આવતા જ ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતીઓના ફરી એકવાર ખિસ્સા ખાલી થવા જઈ રહ્યાં છે. કારણ કે, 1 જાન્યુઆરીની સવાર ગુજરાતીઓ માટે ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરાઈ છે. કુલ દોઢ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી અમલમાં રહેશે.

ગુજરાત ગેસ તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવ્યું કે, ગુજરાત ગેસના સીએનજીમાં આજથી 1.50 રૂપિયાનો વધારો કરાયો છે. આજથી સીએનજીનો ભાવ 79 રૂપિયા અને 26 પૈસાનો ભાવ રહેશે.