અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા યુરોપમાં એક નવા યુગની શરુઆત થઈ છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ઉદાસીન આંતરરાષ્ટ્રીય સંબંધોમાંથી શીખ્યા પછી, યુરોપિયન દેશો હવે ચિંતિત છે કે તેમને ફરીથી સમાન પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અલગ
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ કોન્ફરન્સમાં ટ્રમ્પની અનિશ્ચિતતાને ઢાંકવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. યુરોપિયન યુનિયને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નક્કી કરવામાં આવેલી યુએસ નીતિઓ અને તેની અસરનું મૂલ્યાંકન કરવા માટે એક ટાસ્ક ફોર્સની પણ રચના કરી હતી.
વાસ્તવમાં, યુરોપિયન દેશોને ડર છે કે ટ્રમ્પે જે રીતે તેમના પાછલા કાર્યકાળ દરમિયાન અમેરિકાને ઘણા આંતરરાષ્ટ્રીય કરારોમાંથી બાકાત રાખ્યું હતું, ટ્રમ્પ ફરીથી તે કરી શકે છે. આમાં યુરોપને સૌથી મોટો ડર એ છે કે ટ્રમ્પ યુક્રેન યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા બદલી શકે છે અને યુરોપિયન દેશો પર વેપાર પ્રતિબંધો લાદી શકે છે.
યુરોપીય સંઘ તેમજ તેના નેતાઓ સાથે ટ્રમ્પ વાત કરવા તૈયાર
જો કે યુરોપીય સંઘના હિતોના રક્ષણ માટે આ દેશના નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ તેમને એ વાત નથી ખબર કે ટ્રમ્પ સાથે ચર્ચા કરવું મુશ્કેલ છે.
ટ્રમ્પે ક્યુબા, હૈતી સહિત ચાર દેશોના ઇમિગ્રેશન પર પ્રતિબંધ મૂક્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશનને લઈને કડકાઈ બતાવી છે. બાયડન વહીવટીતંત્રએ ચાર કટોકટીગ્રસ્ત દેશોના ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં અસ્થાયી રૂપે રહેવાની મંજૂરી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તેનો અંત લાવી દીધો છે.
માનવતાવાદી પેરોલ તરીકે ઓળખાતી આ નીતિ, બાયડન વહીવટીતંત્ર દ્વારા 2023ની શરુઆતમાં લાગુ કરવામાં આવી હતી. આ હેઠળ, ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના ઇમિગ્રન્ટ્સને યુએસમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, જો કે તેમની પાસે નાણાકીય સ્પોન્સર હોય અને સુરક્ષા તપાસો પાસ કરી હોવી જરૂરી છે. આ પોલિસી હેઠળ અમેરિકામાં પ્રવેશનારા ઇમિગ્રન્ટ્સ બે વર્ષ સુધી રહી શકશે.
ગયા વર્ષના અંત સુધીમાં, આ પહેલ દ્વારા 5,00,000થી વધુ સ્થળાંતરકારો યુએસમાં પ્રવેશ્યા હતા. ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યુરિટીના વડાને આ પોલિસી ખતમ કરવાનો આદેશ આપ્યો હતો.
માઇગ્રન્ટ્સને બહાર કાઢવા માટે સેનાનો ઉપયોગ કરવામાં આવશે- ટ્રમ્પ
બીજી તરફ, ટ્રમ્પ ઇમિગ્રેશન કાર્યવાહી માટે એટલે કે ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવા માટે સેનાનો ઉપયોગ કરી શકે છે. તેમણે સોમવારે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા જે સૈન્ય માટે સરહદ સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. આ નિર્દેશ યુએસ સૈનિકોને ઇમિગ્રેશન અમલીકરણમાં સીધી ભૂમિકા ભજવવાની મંજૂરી આપી શકે છે.