ગુજરાતમાં ગેરકાયદેસર જમીન પર કરેલા બાંધકામ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા બાદ હવે ખંભાળિયામાં પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ખંભાળિયા નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરાશે. 40 જેટલા દબાણકર્તાઓને પાલિકાએ નોટિસ ફટકારી છે. 7 દિવસમાં યોગ્ય આધાર-પૂરાવા રજૂ કરવા સૂચના કરવામાં આવી છે. પાલિકા દ્વારા 7 દિવસ બાદ દબાણો દૂર કરવામાં આવશે.
સુરતમાં 100 જેટલા દબાણો કરાયા હતા દૂર
બીજી તરફ આ અગાઉ સુરતમાં આવેલી AMNS કંપનીએ ગેરકાયદે બનાવેલી 100 મીટરની દિવાલ તોડી પાડવામાં આવી હતી. કલેકટરે કાંઠા વિસ્તારમાં દબાણ હટાવવા કાર્યવાહી શરુ કરી હતી. હજીરા, મોરા ત્રણ રસ્તા નજીક આ દીવાલ ચણી દેવાઈ હતી.સરકારી જમીન પર હોટલ ધાબા સહિત 100 જેટલા દબાણો દૂર કરાયા હતા.