Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 10 January 2025

ચૂમે ગગનને તમારી ચીલ, પણ સાવચેતીમાં ન રાખતા ઢીલ ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે માર્ગદર્શિકા જાહેર કરાઈ

ચૂમે ગગનને તમારી ચીલ, પણ સાવચેતીમાં ન રાખતા ઢીલ ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે માર્ગદર્શિકા જાહેર કરાઈ

*ચૂમે ગગનને તમારી ચીલ, પણ સાવચેતીમાં ન રાખતા ઢીલ*

ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે માર્ગદર્શિકા કરાઈ
------  
ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત ૧૪ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે કોઈ દુર્ધટના/આપત્તિના સમયે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર ૧૦૭૭ અને ઇમરજન્સી ટોલ ફ્રી નંબર ૧૦૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.     

આટલુ કરો

* પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો.
* માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો.
* પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પુરતી છે કે કેમ તેની ખાત્રી કરો.
* માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દુર રહો.
* ધાબાની અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો.
* પતંગ ચગાવતાં બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે.
* ત્રણ સ યાદ રાખો... સમજદારી, સદભાવ અને સાવચેતી
* સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ ના ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળો. પક્ષીઓનું જીવન બચાવીએ.

આટલુ ન કરો

* સીન્થેટી વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે જે ચાઈનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે. લોકોને તેના ઘા ની અસર તહેવારની ઉજવણી બાદ પણ લાંબા સમય સુધી રહે છે.
* વીજળીના તારમાં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો.
* લૂઝ કપડા ન પહેરવા, માથે ટોપી પહેરવી.
* મકાનોના ગીચ વિસ્તારોમાં પતંગ ચગાવવા નહિ.
* ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવો.
* પતંગ કપાઈ જાય તો આવા મકાન ઉપરની છત ઉપરથી પતંગ લેવા દોડવું નહિં.
* થાંભલામાં કે મકાનમાં ફસાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેંકવો