Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 9 January 2025

કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ,

કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ,
કેનેડાની એક વસ્તી ગણતરી અનુસાર, કેનેડામાં ખ્રિસ્તી ધર્મ સૌથી વ્યાપક છે. મહત્વનું છે કે આ ધર્મના આંકડા જાણી તમે ચોંકી જશો.

છેલ્લા કેટલાક વર્ષોથી કેનેડા ઘણા કારણોસર સમાચારમાં રહ્યું છે.

કેનેડાની વસ્તી વિષયક માહિતી અત્યંત રસપ્રદ છે. અહીં લગભગ બધા જ ધર્મના લોકો રહે છે. કેનેડાની 2021ની વસ્તી ગણતરી મુજબ, અહીંની વસ્તી 36,991,981 છે.

આંકડા મુજબ, અહીં મોટાભાગના ખ્રિસ્તી ધર્મના લોકો રહે છે. કેનેડિયન વસ્તી ગણતરી 2021 મુજબ, કેનેડામાં ખ્રિસ્તી ધર્મના લોકોની વસ્તી 19,373,325 છે.

જ્યારે કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય પણ રહે છે તેમની વસ્તી 828,195 છે.

ભારતીય વસ્તી મા શીખ સમુદાય તેમજ મુસ્લિમ સમુદાય અગ્રેસર છે રાજકીય રીતે જો શીખ અને મુસ્લિમ એક થાય તો કેનેડા ની ઈતર સમુદાય થી વધુ સીટ જીતી ને સત્તા ની ઉપર આવી શકે તેમ છે 
કેનેડામાં બૌદ્ધ વસ્તી 3,56,975 છે. આ ઉપરાંત, યહૂદી ધર્મના અનુયાયીઓ પણ આ દેશમાં રહે છે. કેનેડામાં એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેઓ કોઈપણ ધર્મમાં માનતા નથી. કોઈપણ ધર્મમાં માનતા ન હોય તેવા લોકોની વસ્તી12,577,475 છે.