કેટલા પક્ષીઓના મોત અને કેટલા ઘાયલ?: ભાવનગરના વિવિધ વિસ્તારમાં ઘાતક દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓ અને મૃત્યુ પામેલા પક્ષીઓને લઈને RFO દિવ્યરાજસિંહ સરવૈયાએ વાતચીતમાં જણાવ્યું કે, ગઈકાલે મોડી રાત સુધીમાં કુલ 69 જેટલા પક્ષીઓ ઇજાગ્રસ્ત હાલતમાં લાવવામાં આવ્યા હતા. જેમાં 10 પેન્ટર્ડ સ્ટોક એટલે ઢોક બગલાનો સમાવેશ થાય છે. 6 પક્ષીઓના મૃત્યુ થયા હતા. જેમાં 2 પેન્ટર્ડ સ્ટોક પક્ષી અને 4 કબૂતરના મૃત્યુ થયા હતા. સવારમાં પવનના કારણે પતંગ નહી ઉડતા હોવાથી મોતનો રેશિયો ગત વર્ષ કરતા અંદાજે 50 ટકા ઘટી ગયો છે. નહિતર ગત વર્ષે ઉત્તરાયણમાં 12 થી 15 પક્ષીઓના મોત હતા.
ઘાતક દોરીનો ભોગ બનેલા લોકો:
ભાવનગર શહેરમાં માત્ર પક્ષીઓ નહી, પરંતુ લોકો પણ ભોગ બન્યા છે. ઈમર્જન્સી સેવા 108ના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પતંગની દોરીથી ઘાયલ લોકોના કુલ 10 કેસો સામે આવ્યા હતા. જેમાંથી અંદાજે 10 લોકોને ગળાના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે 3 લોકો ગંભીર ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી હતી. જો કે, ઈમર્જન્સી સેવા 108 દ્વારા વડી કચેરીએથી સચોટ માહિતી મળ્યા પછી વિગત આપવા જણાવ્યું હતું. પરંતુ હાલ 108 તરફથી આ પ્રાથમિક માહિતી જ મળી હતી.