એસ. જયશંકરે પાકિસ્તાન સાથે વ્યાપાર શરૂ કરવા મામલે વૉશિંગ્ટન ડીસીમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં પ્રતિક્રિયા આપી હતી(ફાઇલ તસવીર)
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન સાથે વેપાર શરૂ કરવા મામલે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે તેમણે સ્પષ્ટ કર્યું કે વ્યાપાર ભારતે રોક્યો નથી, પરંતુ આ નિર્ણય પાકિસ્તાનનો હતો.
જયશંકરે કહ્યું, "અમે વ્યાપાર નથી બંધ કર્યો. તેમના પ્રશાસને વર્ષ 2019માં અમારી સાથે વ્યાપાર બંધ કરવાનો નિર્ણય લીધો હતો."
જયશંકરે બુધવારે વૉશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.
જયશંકરે કહ્યું, "અમારી ચિંતાનો વિષય શરૂઆતથી જ એ રહ્યો છે કે અમે એમએફએન એટલે કે મોસ્ટ ફેવર્ડ નૅશનનો દરજ્જો મળવો જોઈએ. અમે આ દરજ્જો પાકિસ્તાનને આપીએ છીએ, પરંતુ તેઓ અમને આ દરજ્જો નથી આપતા."
તેમણે કહ્યું, "તેથી પાકિસ્તાન સાથે વ્યાપારને લઈને ન અમારી તરફથી વાતચીત થઈ છે કે ન તેમણે આ મામલે કોઈ પગલાં ઉઠાવ્યાં છે."