રાજ્યના ભાવનગરમાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના કરચલીયા પરા પ્રેસ રોડ પર બેફામ રીક્ષા ચાલકે ત્રણ મહિલાઓને ટક્કર મારી હતી.
નશામાં ધૂત રીક્ષા ચાલકે ત્રણ મહિલાઓને મારી ટક્કર
મધરાત્રે ત્રણ મહિલાઓ ચાલીને જઈ રહી હતી, ત્યારે નશામાં ધૂત રીક્ષા ચાલકે ત્રણ મહિલાઓને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ રીક્ષા ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્રણેય મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્ત મહિલાઓના નામ લાભુબેન ચાવડા,
મેઘાબેન ચાવડા મીનાબેન ચાવડા
ઈજાગ્રસ્ત મહિલાઓને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્રણેય મહિલાઓની હાલ સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને રીક્ષા ચાલકને દબોચવા કાર્યવાહી હાથ ધરી છે.