અમેરિકાએ ભારત સહિત અનેક દેશોને મોટો ઝટકો આપ્યો છે. ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળના DOGE વિભાગે ભારતમાં વૉટર ટર્નઆઉટ માટે ફાળવવામાં આવતી 21 મિલિયન અમેરિકન ડૉલરની ફન્ડિંગને રદ કરવાની જાહેરાત કરી ચોંકાવી દીધા છે. DOGE તરફથી એક્સ પર ટ્વિટ કરવામાં આવી હતી કે અમેરિકન ટેક્સપેયર્સના પૈસા અત્યાર સુધી આ મામલાઓ પર ખર્ચવામાં આવતા હતા જે હવે બંધ કરવામાં આવી રહ્યા છે.
પીએમ મોદીના પ્રવાસ બાદ નિર્ણય!
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને તેના બાદ અમેરિકાથી આ નિર્ણયની જાણકારી અપાઈ છે.