Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 27 February 2025

પુરાવા વગર ભારત વિરૂદ્ધ ટ્રમ્પના સતત પાંચ નિવેદન પછી પણ કેન્દ્ર સરકાર મૌન ,,,,,,

પુરાવા વગર ભારત વિરૂદ્ધ ટ્રમ્પના સતત પાંચ નિવેદન પછી પણ કેન્દ્ર સરકાર મૌન ,,,,,,
ભારતમાં મતદાન માટે અમેરિકાએ કરેલુ  2.1 કરોડ ડોલરનું અનુદાન

ટ્રમ્પના સાથે અને ચૂંટાયા નહીં હોવા છતાં વધારે સત્તા ભોગવી રહેલા અબજોપતિ ઈલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિસિયન્સી (ડોજે)ના એક ટ્વીટ ઉપરથી વિવાદનો વંટોળ શરૂ થયો છે. ડોજેએ અમેરિકાના યુએસએઇડ વિભાગ દ્વારા આપવામાં આવેલા એક કાર્યક્રમના કુલ દાનમાંથી ૨.૧ કરોડ ડોલર ભારતને મતદાન કે ચૂંટણી સહાય તરીકે આપવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. મસ્કે આ અંગે બીજી કોઈ વિગત કે પુરાવા આપ્યા નથી. 

પૈસા કેવી રીતે આવ્યા, કોને મળ્યાથ જવાબ ક્યારે મળશે?
આ ટ્વીટ ઉપર રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાંચ નિવેદન કર્યા છે. દરેકમાં ભારતની ટીકા કરી છે અને ભારતને આવી મદદની કોઈ જરૂર ન હોવા છતાં બાયડેન વહીવટી તંત્ર કેમ મદદ કરી રહ્યું છે એવા સવાલ ઉઠાવ્યા છે. શરૂઆતના નિવેદનનો સૂર હતો કે ભારતમાં સત્તા પરિવર્તન માટે આ નાણા ખર્ચાયા છે. સત્તા પક્ષ ભાજપે કોંગ્રેસની આકરી ટીકા કરી ભારતમાં વિદેશી શક્તિઓ સામે વિરોધીઓ ઘૂંટણ ટેકવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. 

તેમના પ્રથમ નિવેદનનો અર્થ એવો હતો કે પૂર્વ વહીવટીતંત્રએ ભારતમાં સત્તા ઉપર રહેલી સરકાર સામે કોઈ અન્યને મદદ કરેલી. આ નિવેદન પછી સત્તા પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ શરૂ થયો હતો. ટ્રમ્પના એક નિવેદનમાં સીધો ઈશારો સત્તા પક્ષ તરફ થયો છે. તેમના નિવેદનમાં કથિત દાનની રકમમાં ફેરફાર પણ જોવા મળી રહ્યા છે. ટ્રમ્પ આવા નિવેદન શેના માટે કરી રહ્યા છે તે અકળ કોયડો છે. 

ભારતના અપમાન સામે સરકાર કેમ ચૂપત કોંગ્રેસ

શરૂઆતના નિવેદનો બાદ કોંગ્રેસે ભાજપના આક્ષેપો નકારી આ અંગે કેન્દ્ર સરકરે શ્વેતપત્ર બહાર પાડી દરેક વિગતો જાહેર કરવા માંગ કરી હતી. પછી નરેન્દ્ર મોદીના નામે ટ્રમ્પ બોલ્યા ત્યારે કોંગ્રેસે વધારે આક્રમકતા સાથે આ નિવેદનોને ભારતના અપમાન તરીકે લેખાવ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઈલોન મસ્ક ભારતનું સતત અપમાન કરી રહ્યા છે અને આવા કોઈ દાન મળ્યું નહીં હોવા છતાં તેનો પુનરોચ્ચાર કરી રહ્યા છે ત્યારે વિદેશ મંત્રી અને વડાપ્રધાને તેનો વળતો જવાબ આપવા માંગ કરી છે.

અમેરિકન સમકક્ષને જણાવી દેવું જોઈએ કે આ ભારત માટે સ્વીકાર્ય નથી. તેનાથી અમારા અર્થતંત્રને નુકસાન જશે. બારતીય અર્થતંત્રને મોટો ફટકો પડશે. 
સતત ભારતીય પ્રધાન મંત્રી નુ અપમાન છતા ચુપ કેમ!!!! આ ચુપક દર્શાવે છે કે દાળ મા કંઈક કાળુ છે બાબા તો મૌન છે જ  મીડિયાએ પણ ચુપ્પી સાધી લેતા લાગે છે કે 
ટ્રમ્પ સાચુ બોલી રહ્યા છે
 દર્શાવે છે કે કોંગ્રેસના આગેવાન અજોયકુમારે આ અંગે ફ્રાન્સના પ્રમુખ મેક્રોનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે તેમણે ચાલુ પત્રકાર પરિષદે ટ્રમ્પનો હાથ પકડીને રીતસરની તેમની વાત સુધારી હતી અને તે ખોટા છે તેમ જણાવી દીધું હતું. બીજી બાજુએ ટ્રમ્પ સતત ભારતનું અપમાન કરતાં રહ્યા હતા તો પણ મોદી કશું બોલ્યા ન હતા. 

ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવ્યું હતું, પણ નરેન્દ્ર મોદી ચૂપ હતા. એકબીજા ભાજપ દાવો કરે છે કે ટ્રમ્પ મોદીના શ્રેષ્ઠ મિત્ર છે, પરંતુ અહીં તો ટ્રમ્પ ભારતનું સતત અપમાન કરતા હતા. ભાજપ કહેતું ફરે છે કે મોદી વિશ્વગુરુ છે, બીજી બાજુ મોદી અમેરિકા ગયા તો ટ્રમ્પ મોદીને એરપોર્ટ પર મળવા પણ આવ્યા ન હતા.