Bhavnagar News : ગુજરાતના ભાવનગરની એક ઈન્સ્ટીટ્યૂટમાં એક વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરવાની ભયાનક ઘટના બની છે. વિદ્યાર્થિનીના પિતાએ કાઉન્સલિંગ રૂમમાં શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થી પર ચક્કુથી આડેધડ હુમલા કર્યા છે. આ ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. પીડિત વિદ્યાર્થીએ ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.
વિદ્યાર્થિની પિતાએ વિદ્યાર્થી પર આડેધડ ચાકુથી હુમલો કર્યો
મળતા અહેવાલો મુજબ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ઈન્સ્ટીટ્યૂટમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થી વિદ્યાર્થિની સાથે ફોન પર વાત કરતો હતો, જેના કારણે તેણીના પિતા જગદીશ રાચડ ગુસ્સે થયા હતા. આ ફોનનો મામલો સામે આવ્યા બાદ વિદ્યાર્થીને સમજાવવા માટે ઈન્સ્ટીટ્યૂટમાં કાઉન્સિલિંગ સેશન રખાયું હતું.
ખિસ્સામાંથી ચાકુ કાઢ્યું ને અચાનક હુમલો કરી દીધો
સેશન વખતે એક ખુરશી પર વિદ્યાર્થિની બેઠી હતી, જ્યારે સામે સોફા પર તેણીના પિતા અને બાજુમાં વિદ્યાર્થી બેઠો હતો. આ દરમિયાન તેણીના પિતા અચાનક ગુસ્સે થઈ ગયા અને ખિસ્સામાં રાખેલું ચપ્પુ કાઢી વિદ્યાર્થી પર આડેધડ હુમલો કરી દીધો હતો.